પંજાબમાંથી આપ સાંસદ હરિંદર સિંહ ખાલસા ભાજપમાં સામેલ
Live TV
-
પંજાબમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, ફતેહગઢથી સાંસદ હરિંદર સિંહ ખાલસા ભાજપમાં થયા સામેલ, અરૂણ જેટલીની હાજરીમાં જોડાયા ભાજપમાં.
લોકસભા ચૂંટણી પહેલા પંજાબમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીના નેતા અને સાંસદ હરિંદર સિંહ ખાલસા ભાજપમાં જોડાઈ ગયા છે. દિલ્હીમાં નાણામંત્રી અરૂણ જેટલીની હાજરીમાં હરિંદર સિંહ ખાલસા ભાજપમાં જોડાયા હતા. આપે પાર્ટી વિરોધી ગતિવિધિઓનો આરોપ લગાવતા ખાલસાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. હરિંદર સિંહ ખાલસા હાલમાં પંજાબના ફતેહગઢ સાબિહથી સાંસદ છે.
