સુપ્રીમ કોર્ટનો અનામત પર તત્કાલિક સુનાવણીથી ઈન્કાર
Live TV
-
સામાન્ય વર્ગના આર્થિક રૂપથી નબળા લોકોને 10 ટકા અનામતને પડકારતી અરજી પર સુનાવણી 8 એપ્રિલ સુધી ટળી ગઈ છે. સુપ્રીમ કોર્ટે મામલામાં તત્કાલ સુનાવણીથી ઈન્કાર કરી દીધો છે.
સુપ્રીમ કોર્ટેમાં સામાન્ય વર્ગના આર્થિક રૂપથી નબળા લોકોને 10 ટકા અનામતને પડકારતી અરજી પર તાત્કાલિક સુનાવણીથી ઈન્કાર કર્યો છે. આ મામલામાં આગામી સુનાવણી 8 એપ્રિલે થશે.
આ પહેલા કોર્ટે સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા લોકોને 10 ટકા અનામતની વ્યવસ્થા પર પ્રતિબંધ લગાવવાથી ઈન્કાર કરી દીધો હતો. આ સંબંધમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેના પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરતા મામલાને 28 માર્ચ સુધી ટાળી દીધો હતો.
