પરીક્ષાનો તણાવ દૂર કેવી રીતે કરી શકાય? પ્રધાનમંત્રીએ દેશભરના વિદ્યાર્થીઓને આપી ટિપ્સ
Live TV
-
આ પહેલાં કાર્યક્રમ માટે પીએમએ ટ્વિટર અને @mygovindia પર લોકોના સૂચનો મંગાવ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ પરીક્ષાના માનસિક તણાવથી મુક્ત રહેવાના ઉપાયો અંગે આજે દેશભરના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. પ્રધાનમંત્રીએ પરીક્ષાના ડરને માત આપીને સકારાત્મક અભિગમ સાથે તેહ મેળવવાના સોનેરી સૂચનો આપ્યા હતા. દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે યોજાયેલા ખાસ કાર્યક્રમમાં વિવિધ શાળા - કોલેજો બે હજારથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સમારોહની શરૂઆતમાં શાળાના બાળકોને વિવિધ રંગારંગ કાર્યક્રમ પણ રજૂ કર્યો હતો. વડોદરાનો વિદ્યાર્થી મનને પણ વાતચીત કરી.
10માં અને 12માં ધોરણની બોર્ડ પરીક્ષાઓને થોડા અઠવાડિયા જ બાકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શાળાના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા સંબંધિત જુદા જુદા વિષયો પર ચર્ચા કરશે અને આ દરમિયાન તેઓ વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ પણ આપી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી સ્થિત તાલકટોરા સ્ટેડિયમમાં પરિચર્ચા સત્રમાં ભાગ લીધો. વડાપ્રધાન વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે જોડાયા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પરિચર્ચા દરમિયાન મુખ્ય વિષય બોર્ડ પરીક્ષાઓ અને પરીક્ષાઓ સંબંધિત સમસ્યાઓ હતો. જેમાં પરીક્ષા સંબંધિત તણાવ સંલગ્ન વાતો પણ સામેલ હતી. આ પરિચર્ચાનું શિર્ષક 'મેકિંગ એક્ઝામ ફન: ચેટ વિથ પીએમ મોદી' રાખવામાં આવ્યું. રેડીઓ અને દૂરદર્શનના માધ્યમથી પ્રધાનમંત્રી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા અંગે વાત કરાઈ હતી. પીએમઓ વેબસાઈટ, યૂ-ટ્યુબ, ફેસબુક, નરેન્દ્ર મોદી એપ દ્વારા પણ લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું. મહત્વનુ છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પરીક્ષાઓના સમયે વિદ્યાર્થીઓમાં અનુભવાતી તાણના વિષયે એક્ઝામ વૉરીયર્સ શીર્ષક હેઠળ ર૦૮ પાનાનું પુસ્તક લખ્યું છે. જેનું ગત જાન્યુઆરી મહિનામાં વિમોચન થયું હતું. આ પુસ્તકમાં આ વિષયની વિસ્તૃત છણાવટ કરાઇ છે.