સિરિયલ બ્લાસ્ટ કરનાર વોન્ટેડ આતંકી આરિઝની દિલ્હી પોલીસે કરી ધરપકડ
Live TV
-
વર્ષ 2008માં દિલ્હી, અમદાવાદ, સુરતમાં સિરિયલ બ્લાસ્ટ કરનાર તેમજ લખનઉ, બનારસ, ફૈઝાબાદમાં બોમ્બ બ્લાસ્ટ કરી 165 લોકોને મોતને ઘાટ ઉતારનાર વોન્ટેડ આતંકવાદી આરિઝની દિલ્હી પોલીસની વિશેષ શાખા દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
વર્ષ 2008માં દિલ્હી, અમદાવાદ, સુરતમાં સિરિયલ બ્લાસ્ટ કરનાર તેમજ લખનઉ, બનારસ, ફૈઝાબાદમાં બોમ્બ બ્લાસ્ટ કરી 165 લોકોને મોતને ઘાટ ઉતારનાર વોન્ટેડ આતંકવાદી આરિઝની દિલ્હી પોલીસની વિશેષ શાખા દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ઇન્ડિયન મુજાહિદ્દીનનો આતંકવાદી આરિઝ ઉર્ફે જુનૈદ સપ્ટેમ્બર 2008માં થયેલા બટલા હાઉસ એન્કાઉન્ટર બાદ ફરાર હતો. સ્પેશ્યલ સેલને આતંકવાદી આરિઝ ઉર્ફે જુનૈદની સાડા સાત વર્ષ બાદ ધરપકડ કરવામાં સફળતા મળી છે. આ અંગે પત્રકાર પરિષદને સંબોધતા, સ્પેશ્યલ સેલના ડીસીપી પ્રમોદ સિંઘ કુશવાહાએ ગઈકાલે જણાવ્યું હતું, કે તેમને બાતમી મળી હતી કે આ આતંકવાદી કોઇને મળવા માટે નેપાળ બોર્ડર પાસે આવવાનો છે, અને પોલીસે ત્યાંથી જ તેને ઝડપી લીધો હતો. સ્પેશ્યલ સેલના ડીસીપીના જણાવ્યા અનુસાર આ આતંકીએ બી.ટેક સુધીનો અભ્યાસ કર્યો છે અને બોમ્બ બનાવવામાં તે નિષ્ણાત છે તથા યુપીના આઝમગઢનો રહેવાસી છે. આ આતંકવાદીના માથે 15 લાખનું ઇનામ રાખવામાં આવ્યુ હતું. પોલીસ પુછપરછ દરમિયાન આતંકવાદી પાસેથી સ્લીપર સેલ સહિતની વિગતો જાણી શકાશે તેમ પણ ડીસીપીએ ઉમેર્યું હતું.