પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અરૂણાચલમાં રાજ્યના આધુનિક સચિવાલયનું લોકાર્પણ કર્યું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક દિવસના અરૂણાચલ પ્રવાસના ભાગરૂપે ઈટાનગર પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી અરૂણાચલના પરંપરાગત પોષાકમાં જોવા મળ્યા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક દિવસના અરૂણાચલ પ્રવાસના ભાગરૂપે ઈટાનગર પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી અરૂણાચલના પરંપરાગત પોષાકમાં જોવા મળ્યા. પ્રધાનમંત્રી મોદીએ આધુનિક સભાગૃહ દોરજી ખાંડુનું લોકાર્પણ કર્યું હતું. રાજ્યના આધુનિક સચિવાલયનું પણ પ્રધાનમંત્રીએ લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રી અરૂણાચલ મુલાકાત વખતે નાહરલગુનમાં તૈયાર થનારી મેડિકલ કોલેજની અકાદમી ઈમારતનો શિલારોપણ વિધી પણ કર્યો હતો. પ્રધાનમંત્રીએ અરૂણાચલ માટે દિલ્હીથી બે વાર દોડનારી ટ્રેનની પણ જાહેરાત કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના એક દિવસ ના પ્રવાસે અરુણાચલ પ્રદેશની રાજધાની ઈટા નગર પહોંચ્યા હતા. પ્રધાન મંત્રીનું અરુણાચલ પ્રદેશના પારંપરીક વસ્ત્રમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી પેમા ખાંડુ અને કેન્દ્રીય મંત્રી કિરણ રિજીજુએ પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું. પ્રધાનમંત્રીએ રાજ્યમાં બની રહેલા દોરજી ખાંડુઆધુનિક સચિવાલયનું લોકાર્પણ કર્યું. આ સચિવાલય સંપૂર્ણ ડિજિટલ હશે. આ સાથે પ્રધાનમંત્રી એ નાહર ગલુનમાં બની રહેલી મેડિકલ કોલેજ બિલ્ડીંગનો પણ શિલાન્યાસ કર્યો. તો આઈ.જી. ગ્રાઉન્ડ માં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ રૂપિયાનો સદઉપયોગ કરવા અને યોજનાઓ ને પૂર્ણ કરવાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે નેતાઓના કારણે કોઈ કામ અટકવું ન જોઈએ