Skip to main content
Settings Settings for Dark

પશ્ચિમ બંગાળનાં 7માં અને 8માં તબક્કાની ચુંટણી માટે આજે સૂચનાઓ જાહેર થશે

Live TV

X
  • પશ્ચિમ બંગાળનાં સાતમાં અને આઠમાં તબક્કાની ચુંટણી માટે આજે સૂચનાઓની જાહેરાત કરવામાં આવશે. સાતમાં તબક્કામાં 36 વિધાનસભાની બેઠકો તેમજ આઠમાં તબક્કામાં 35 વિધાનસભાની બેઠકો માટે મતદાન યોજાશે. રાજ્યમાં પાંચમાં તબક્કા માટે ભરાયેલા ઉમેદવારી ફોર્મની પણ આજે ચકાસણી થશે. પાંચમાં તબક્કામાં 45 બેઠકો પર મતદાન થશે.

    આસામ અને પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કા માટે આવતીકાલે યોજાનાર મતદાનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાં આવી છે. બીજા તબક્કામાં આસામની 39 અને પશ્ચિમ બંગાળની 30 વિધાનસભા બેઠકો માટે મતદાન કરવામાં આવશે. આસામમાં 13 જિલ્લાની 39 બેઠકો માટે 26 મહિલાઓ સાથે 345 ઉમેદવારો ચુંટણી મેદાનમાં ઉતર્યા છે. આ બેઠકો માટે બીજા તબક્કામાં પહેલી એપ્રિલે મતદાન થશે. પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કામાં 30 બેઠકો માટે 19 મહિલાઓ સાથે 171 ઉમેદવારો ચુંટણીની જંગ લડી રહ્યા છે. આ રાજ્યમાં 8 તબક્કામાં ચુંટણી થઈ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપનાં વરિષ્ઠ નેતા અમીત શાહ આજે આસામમાં ચુંટણી પ્રચાર કરશે. તેઓ આસામનાં ઉલુબારી, ચીરાન્ગ, અને બીજનીમાં ચુંટણી રેલીમાં સંબોધન કરશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply