પશ્ચિમ બંગાળમાં આજેય નથી વીજળીની સુવિધા : અમિત શાહ
Live TV
-
અમિત શાહે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં આજે પણ વીજળી અને સ્વચ્છ રસ્તાની સુવિધા નથી. અને 2019ની ચૂંટણી પશ્ચિંમ બંગાળમાં નવી સરકાર બનાવવા માટે પાયોની બની રહેશે
ભાજપ અધ્યક્ષ અમિત શાહ પશ્ચિમ બંગાળની બે દિવસીય મુલાકાતે છે તેમણે આજે વીરભૂમિ જિલ્લામાં તારાપીઠ મંદિરમાંપૂજા અર્ચના કરી હતી તથા પુરુલિયામાં એક જનસભાને સંબોધતા તથા તૃણમૂલ પર આકરા વાર કરતા જણાવ્યું હતું કે અમારા ત્રણ કાર્યકર્તાઓની હત્યા કરવામાં આવી છે. જો હિંસાથી સરકાર ચાલશે તો હું પડકાર આપું છું કે તમારી સરકાર વધુ દિવસ નહીં ચાલે.
