Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ સ્વાસ્થય સાથે જોડાયેલી પરિયોજનાની શરૂઆત કરી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં એઈમ્સમાં રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા કેન્દ્રની આધારશિલા રાખી. સફદરજંગ હોસ્પિટલમાં 555 બેડ સુપર સ્પેશ્યાલિટી બ્લોક અને 500 બેડના નવા આપાતકાલીન બ્લોક સહિત ઘણી મુખ્ય પરિયોજનાનું કર્યું ઉદ્ઘાટન.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે એમ્સમાં નેશનલ ઈમેજિંગ સેન્ટરની આધારશિલા રાખી. આ ઈમેજિંગ સેન્ટરમાં વૃદ્ધ દર્દીઓને સારવાર મળવા સિવાય ડોક્ટરોના પ્રશિક્ષણ અને શોધ પર પણ કામ થશે. 2022 સુધી આ શરૂ થવાની સંભાવના છે.  આ વૃદ્ધો માટે અલગથી દેશની પ્રથમ હોસ્પિટલ હશે. 200 બેડવાળી હોસ્પિટલ 2020માં બનીને તૈયાર થશે. આ સિવાય પીએમ મોદીએ ટ્રોમા સેન્ટર વચ્ચે ટનલ, એમ્સમાં વિશ્રામ ગૃહ અને સફદરજંગ માટે ઈમરજન્સી બ્લોક સિવાય આઠસો સાત સુપર સ્પેશ્યાલિટી વોર્ડને પણ રાષ્ટ્રને સમર્પિત કર્યું. 

    એમ્સમાં સારવાર કરાવી રહેલા પરિવારજનોને રહેવાની સુવિધા મળે તે માટે 32 કરોડના ખર્ચે બનેલા ત્રણસો બેડવાળી ધર્મશાળાને પણ પ્રધાનમંત્રીએ રાષ્ટ્રને સમર્પિત કરી. તેમાં હેલીપેડની પણ વ્યવસ્થા છે. ધર્મશાળા પાવર ગ્રિડના સહયોગથી ટ્રામા સેન્ટરમાં બની છે. જેમાં સસ્તા દરે જમવાનું અને રહેવાનું મળે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply