પશ્ચિમ બંગાળ પહોંચ્યું ચક્રવાતી 'ફોની'
Live TV
-
ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ પણ પડ્યો
ભીષણ ચક્રવાતી તોફાની ફોની હવે ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધી પશ્ચિમ બંગાળ પહોંચ્યું છે. આ વાવાઝોડું ખડકપુરને પાર કરીને હુબલી તરફ આગળ વધી રહ્યું છે. આ તોફાનના કારણે પશ્ચિમ બંગાળમાં ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ થઈ રહ્યો છે.
તોફાનની અસરથી મિદનાપુરમા મુશળધાર વરસાદ પડી રહ્યો છે. આ વાવાઝોડુંને લીધે ઉત્તર અને દક્ષિણ 24 પરગણા, હાવરા, હુબલી, જલગાવ અને સુંદરવન સહિત ઘણા ક્ષેત્રોને પ્રભાવિત કરી શકે છે. કોલકાતા હવાઈમથકની તમામ વિમાની સેવા આજે સવારે આઠ વાગ્યા સુધી સ્થગિત કરી છે. NDRFની છ કંપની દીગા, બશીરહાર સહિત મેદાની વિસ્તારમાં તૈનાત કરાઈ છે. હવામાન વિભાગ અનુસાર ફોની નબળું પડીને ગંભીર ચક્રવાતી તોફાનમાંથી ચક્રવાતી તોફાનની શ્રેણીમાં પહોંચવાની આખા છે. હાલમાં રાજ્યના મેદાની વિસ્તારને રેડ - એલર્ટ જાહેર કરતાં માછીમારોને દરિયા ન જવા સલાઈ અપાઈ છે. તોફાનના પગલે ભૂવનેશ્વર અને કોલકાતા હવાઈ મથક બંધ કર્યા છે તથા કોલકાતા - ચેન્નાઈ માર્ગની 220થી વધુ રેલગાડીઓને આજ સુધી રદ કરાઈ છે.
આ તોફાનનો પ્રભાવ બાંગ્લાદેશમાં પણ જોવા મળ્યો છે. જ્યાં વરસાદ શરૂ થયો છે. પ્રચંડ ચક્રવાતી તોફાન ફોની ગઈકાલે સવારે ઓરિસ્સામાં આવી પહોંચ્યું હતું. જ્યાં 180 કિલોમીટરથી 200 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ તોફાનમાં 3ના મૃત્યુ થયાનો અહેવાલ છે. 109 લોકો ઈજાગ્રસ્ત બન્યા છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. વિદ્યુત આપૂર્તી, રસ્તા સંપર્ક, ટેલિફોન અને મોબાઈલ કનેક્ટિવીટી શરૂ કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. ભૂવનેશ્વર સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં રસ્તાની સફાઈ સહિતનું કામ ચાલુ છે. 10 હજાર ગામ અને 52 શહેરના 11 લાખ લોકો ચાર હજાર કેમ્પમાં રહી રહ્યા છે. જ્યાં તેમને ખાણી - પીણીની સામગ્રી આપવામાં આવે છે. આંધ્રપ્રદેશ પણ વાવાઝોડાની અસર છે. વિશાખાપટ્ટનમ અને શિકાકુલમમાં ભારે નુકસાનનો અહેવાલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાહત - બચાવ ઉપર નજર રાખી રહ્યા છે.
