પશ્ચિમ બંગાળ: મમતા બેનર્જીએ સતત ત્રીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
Live TV
-
પશ્ચિમ બંગાળમાં સતત ત્રીજી વખત જીત મેળવનારા મમતા બેનર્જીએ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.રાજ્યપાલ જગદીપ ધનખડે મમતા બેનર્જીને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા હતા.ભારે રસાકસી ભર્યા મુકાલબામાં મમતા બેનર્જીની તૃણમુલ કોંગ્રેસ પાર્ટીને 213 બેઠકો મળી હતી જ્યારે ભાજપના ફાળે 77 બેઠક આવી હતીજ્યારે કોંગ્રેસ અને ડાબેરી પાર્ટીઓનો અહીં કરુણ રકાસ થયો હતો.બંગાળમાં સૌથી રસપ્રસદ મુકાબલો નંદીગ્રામમાં રહ્યો હતો.જ્યાં ભાજપના શુવેન્દુ અધિકારી સામે મમતા બેનર્જી હાર થઈ હતી.હવે મમતા બેનર્જી શપથ ગ્રહણ કરી લીધા છે પરંતુ તેમણે 6 મહિનામાં કોઈ વિધાનસભા બેઠક પરથી જીત મેળવવી પડશે.આજના શપથગ્રહણ સમારંભમાં ભાજપના પ્રદેશ દિલિપ ઘોષ, પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટાચાર્ય, પ્રશાંત કિશોર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
