Skip to main content
Settings Settings for Dark

ભારત અને યુરોપીય સંઘે અફધાનીસ્તાનમાં ત્વરીત, સ્થાઇ અને સમગ્ર રાષ્ટ્ર વ્યાપી સંધર્ષ વિરામ કરાવવાની અપીલ

Live TV

X
  • ભારત અને યુરોપીય સંઘે અફધાનીસ્તાનમાં ત્વરીત, સ્થાઇ અને સમગ્ર રાષ્ટ્ર વ્યાપી સંધર્ષ વિરામ કરાવવાની અપીલ કરી છે. તેઓએ અફધાનીસ્તાનમાં એવી શાંતી પ્રક્રિયા નું સમર્થન  વ્યક્ત કર્યું છે જેમાં સ્થાનીક લોકો પોતાના મુદે પોતાની રીતે નેતૃત્વ કરી શકે. બ્રિટનના પ્રવાસે ગયેલા ભારતીય વિદેશમંત્રી એસ જયશંકરે ગઇકાલે યુરોપીય સંધના રાજદુત જોસેસ બોરેલ સાથે મુલાકાત કરી હતી. પોતાના ટ્વીટમાં એસ જયશંકરે કહ્યું કે જોસેસ બોરેલ સાથે સારી રીતે વાતચીત થઇ છે. સંકટના આ સમયમાં યુરોપીય સંધ દ્વારા આપવામાં આવેલા સહયોગ અંગે તેમણે આભાર વ્યક્ત કર્યો છે. ભારતે યુઇ નેતાઓની બેઠકની તૈયારી અંગે પણ ચર્ચા કરી હતી. સંયુકત નિવેદન અનુસાર બન્ને પક્ષોએ કાબુલની રાષ્ટ્રીય પ્રભુસત્તા અને પ્રાદેશીક અખંડતાના સન્માન અને સુરક્ષાનુ આહવાન કર્યું હતું. બન્ને નેતાઓએ કહ્યું કે અફધાનીસ્તાનમાં કોઇપણ રાજકીય સમજુતી કરતા સમયે મહિલાઓ, યુવાનો અને અલ્પસંખ્યક સહિત તમામ અફધાન નાગરિકોના માનવ અધિકારો અને મૌલીક આઝાદી ની સુરક્ષા થવી જોઇએ. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply