Skip to main content
Settings Settings for Dark

ભારત: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3 લાખ 82 હજાર 315 નવા કેસ ,3 લાખ 38 હજારથી વધુ દર્દીઓ સાજા

Live TV

X
  • દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના  3 લાખ 82 હજાર 315 નવા કેસ નોંધાયા છે. સામે  3 લાખ 38 હજારથી વધુ  દર્દીઓ સાજા થયા છે જ્યારે  3 હજાર 780 લોકોના મૃત્યુ થયા છે.આમ  ગઇકાલની સરખામણીએ કોરોનાના કેસમાં આજે ઉછાળો નોંધાયો છે. આ તરફ દેશમાં ચાલતા વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનમાં, અત્યાર સુધીમાં  કુલ 16 કરોડથી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. ઓડિસામાં વધતાં જતાં કોરોનના સંક્રમણને પગલે, વધુ 14 દિવસનું રાજ્યવ્યાપી લોકડાઉન લાદવાનો નિર્ણય લેવાયો છે. તો છત્તીસગઢમાં 15 દિવસ લૉકડાઉન લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ વિવિધ જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ તરફ  પંજાબમાં વધતાં જતાં કોરોનાના કેસોને અંકુશમાં લેવા માટે નવા દિશા-નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે.રાજ્યમાં હવાઈ રેલ અથવા સડક માર્ગે પ્રવેશ કરનારાઓ માટે કોવિડનો નેગેટિવ રિપોર્ટ તેમજ રસીકરણ પ્રમાણ  પત્ર બતાવવું અનિવાર્ય રહેશે. કાર અને ટેક્સી સહિત તમામ ફોર વ્હીલર વાહનોમાં બે થી વધુ વ્યક્તિઓને બેસવા માટેની અનુમતિ નથી. જો કે દર્દીઓને હોસ્પિટલ લઈ જવા માટેના વાહનોને આ નિયમમાંથી છૂટ મળશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply