Skip to main content
Settings Settings for Dark

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી: આઝાદી પછી પ્રથમવાર બીજા તબક્કામાં 91.66% મતદાનનો ઐતિહાસિક રેકોર્ડ

Live TV

X
  • પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પૂર્ણ થતા જ ચૂંટણી પંચે જે આંકડા જાહેર કર્યા હતા. આઝાદી પછી પહેલીવાર પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કામાં રેકોર્ડબ્રેક 91.66% મતદાન નોંધાયું છે. રાત્રે 7:45 વાગ્યા સુધીના આ આંકડાએ સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. અગાઉ આ રેકોર્ડ ત્રિપુરાના નામે હતો, જ્યાં 2013માં 91.82% મતદાન થયું હતું.

    મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે પશ્ચિમ બંગાળની જનતાને આ ઐતિહાસિક ભાગીદારી બદલ અભિનંદન પાઠવ્યા હતા. CEO ઓફિસના જણાવ્યા અનુસાર, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર, કમિશનર ડૉ. એસ.એસ. સંધુ અને ડૉ. વિવેક જોશીએ લાઈવ વેબકાસ્ટિંગ દ્વારા દરેક મતદાન મથક પર સતર્ક નજર રાખી હતી.

    આંકડાકીય વિગત: પુરુષો કરતાં મહિલાઓ આગળ
    બીજા તબક્કાના મતદાનમાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આંકડાકીય વિગત નીચે મુજબ છે:
    કુલ મતદાન: 91.66%થી વધુ
    મહિલા મતદારો: 92.8%
    પુરુષ મતદારો: 91.07%
    થર્ડ જેન્ડર: 91.28%

    નોંધનીય છે કે, પ્રથમ તબક્કામાં 93.19% મતદાન થયું હતું અને બંને તબક્કાનું સંયુક્ત મતદાન 92.47% છે.

    1951 થી અત્યાર સુધીનો પ્રવાસ: મતદારોનો બદલાતો મિજાજ
    પશ્ચિમ બંગાળમાં અગાઉ 2011ની વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ 84.72% મતદાન થયું હતું. જો ઈતિહાસ પર નજર કરીએ તો, 1951માં માત્ર 43.12% મતદાન થયું હતું, જે 1962 સુધીમાં વધીને 55.55% થયું. 1967માં આ આંકડો 66.10% એ પહોંચ્યો અને 1982માં પ્રથમવાર 75% ને પાર (76.96%) કરી ગયો. 1996ની ચૂંટણીમાં બંગાળે 82.94% મતદાન સાથે નવો ઈતિહાસ રચ્યો હતો. 2016માં 83.02%, 2021માં 82.30% અને 2024ની લોકસભામાં 79.55% મતદાન થયું હતું. પરંતુ 2026ની આ ચૂંટણીએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ ધ્વસ્ત કરી દીધા છે, જે બંગાળની જનતાની રાજકીય જાગૃતિ દર્શાવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply