પશ્રિમ બંગાળના 6 જિલ્લાની 45 વિધાનસભા બેઠક પર આવતીકાલે મતદાન
Live TV
-
પશ્ચિમ બંગાળ વિધાનસભામાં પાંચમાં તબક્કા માટેના મતદાનની તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે.. આ તબક્કામાં રાજ્યના 6 જિલ્લાની 45 બેઠક પર આવતીકાલે મતદાન થશે..આ તબક્કામાં 1 કરોડ 12 લાખથી વધુ મતદારો 39 મહિલાઓ સહિત કુલ 319 ઉમેદવારોના રાજનૈતિક ભવિષ્યનો ફેંસલો કરશે
પશ્ચિમ બંગાળ વિધાનસભામાં પાંચમાં તબક્કા માટેના મતદાનની તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે.. આ તબક્કામાં રાજ્યના 6 જિલ્લાની 45 બેઠક પર આવતીકાલે મતદાન થશે..આ તબક્કામાં 1 કરોડ 12 લાખથી વધુ મતદારો 39 મહિલાઓ સહિત કુલ 319 ઉમેદવારોના રાજનૈતિક ભવિષ્યનો ફેંસલો કરશે.. મતદાનના કુલ 15 હજાર 789 મતદાન કેંદ્રો બનાવવામાં આવ્યા છે.. ભારતીય જનતા પાર્ટીએ તમામ 45 બેઠક પર ઉમેદવાર ઉભા રાખ્યા છે.. તો તૃણમુલ કોંગ્રેસ 42 બેઠક પર ચૂંટણી લડશે.. પશ્ચિમ બંગાળમાં આજે મુખ્ય ચૂંટણી અધિકારી સર્વદળીય બેઠક યોજવાના છે.. બેઠકમાં બાકીના 4 તબક્કા માટે ચૂંટણી પ્રચાર સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.. સાથે જ સોશ્યલ ડિસ્ટંસિંગ અને કોવિડ 19 સંબંધિત નિયમોના પાલન માટેની ચર્ચા કરવામાં આવશે.. બધા જ રાજકીય પક્ષોને માત્ર એક પ્રતિનિધી મોકલવા કહેવામાં આવ્યુ છે.. તો બીજી તરફ છટ્ઠા તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચાર તેજ થયો છે.. આજે કેંદ્રિય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ તેહટ્ટા અને ખરદાહા માં એક જનસભાને સંબોધિત કરશે. ત્યારબાદ તેઓ કૃષ્ણનગર ઉત્તર અને બૈરકપુરમાં રોડ શો કરશે.. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા પણ કટવા માં જનસભાને સંબોધિત કરશે.. તથા વર્ધમાન અને કોલકાતા ઉત્તર માં રોડ શો કરશે..
