Skip to main content
Settings Settings for Dark

પશ્રિમ બંગાળમાં બાકીનાં ત્રણ તબક્કાની ચૂંટણી માટે પ્રચારકાર્ય ચરમસીમા ઉપર

Live TV

X
  • પશ્રિમ બંગાળમાં બાકી બચેલા ત્રણ તબક્કાની ચૂંટણી માટે પ્રચારકાર્ય ચરમસીમા ઉપર છે. ગઇકાલે ભાજપ તરફથી પ્રચાર કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પૂર્વી વર્ધમાનમાં ચૂંટણી રેલીને સંબોધન કર્યું હતું. અમિત શાહે મમતા સરકાર ઉપર ખેડૂતોનાં નાણાં અટકાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે ખેડૂતોનાં હિતમાં કેન્દ્ર સરકાર જે નાણાં મોકલે છે તેને મમતા સરકાર અટકાવે છે. દરમિયાન પશ્રિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ રાજ્યમાં રોડ-શો તેમજ રેલીઓ કરીને મતદારોને મત આપવા અપીલ કરી હતી. મમતાએ તેમની સરકારની પ્રસિધ્ધીઓ ગણાવી હતી. દરમિયાન ચૂંટણીપંચે ટીએમસીની સુજાતા મંડલ અને ભાજપનાં સયંતન બાશુ ઉપર આદર્શ આચારસંહિતાના ઉલ્લંધન બદલ 24 કલાક માટે પ્રચાર પર પ્રતિબંધ લગાવ્યો છે. રાજ્યમાં 22 એપ્રિલે છઠ્ઠા તબક્કા માટે મતદાન થશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply