પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા માટે PM નરેન્દ્ર મોદીની હાકલ
Live TV
-
નીતિ આયોગના મુખ્ય અર્થશાસ્ત્રીઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી બેઠક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાંચટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાના લક્ષ્યને હાંસલ કરવા તમામ લોકોને નિર્ધારિત લક્ષ્ય સાથે પ્રયાસો કરવા જણાવ્યું છે.PM મોદીએ કહ્યું કે, પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા અચાનક જ નથી વિકસતી પરંતુ દેશનીતાકાત અને ઉંડી સમજણમાંથી ઉદભવેલો વિચાર છે. ગઈકાલે નવી દિલ્હીમાં નિતિ આયોગ ખાતેશ્રી મોદીએ વરિષ્ઠ અર્થશાસ્ત્રીઓ અને ઉદ્યોગ જગતના આગેવાનો સાથે ચર્ચા-વિચારણા કરી હતી. આ બેઠક અંદાજપત્રના પરિપ્રેક્ષ્યમાં યોજાઈ હતી.પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થાના પાયાના તત્વો મજબૂત હોવાથી ભારતીયઅર્થવ્યવસ્થામાં છલાંગ લગાવવાની ક્ષમતા છે.તેમણે જણાવ્યું કે, પર્યટન, શહેરી વિકાસ, માળખાકીય સુવિધા અને કૃષિ સાથે સંકળાયેલ ઉદ્યોગો અર્થવ્યવસ્થાને આગળલઈ જવાની ક્ષમતા ધરાવે છે. તેના દ્વારા રોજગારીની તકો પણ સાપડશે.પ્રધાનમંત્રીએ વાસ્તવિકતા અને સમજવચ્ચેનું અંતર ઘટાડવા તમામ ઘટકોને મળીને કામ કરવા અને દેશ તરીકે વિચારવા અનુરોધકર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, માર્ગપરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતીન ગડકરી અને રેલવે મંત્રી પીયૂષ ગોયલ સહિત વરિષ્ઠઅધિકરીઓ ઉપસ્થિત રહ્યા હતા.
