Skip to main content
Settings Settings for Dark

પાંચ રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર

Live TV

X
  • ચૂંટણી પંચે શનિવારે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. છત્તીસગઢમાં90 બેઠકો માટે બે તબક્કામાં મતદાન યોજાશે. જ્યાં પ્રથમ તબક્કાનું મતદાન 12 નવેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 20 નવેમ્બરે યોજાશે. જ્યારે મધ્યપ્રદેશમાં 230 વિધાનસભા બેઠકો અને મિઝોરમમાં 40 વિધાનસભા બેઠકો માટે 28મી નવેમ્બરે મતદાન યોજાશે. ત્યાર બાદ રાજસ્થાનમાં 200 બેઠકો અને તેલંગાણામાં 119 બેઠકો માટે 7મી ડિસેમ્બરે મતદાન યોજાશે. તમામ રાજ્યોની મતગણતરી 11મી ડિસેમ્બરે થશે. ચૂંટણી પંચની આ જાહેરાત સાથે જ તમામ પાંચ રાજ્યોમાં આચાર સંહિત લાગુ થઈ ગઈ છે. ચુંટણી કમિશ્નર ઓ.પી રાવતે જણાવ્યુ હતુ કે તમામ રાજ્યોમાં મતદાન માટે ઈવીએમ અને વીવીપેટનો ઉપયોગ થશે અને સીસીટીવી કેમેરા દ્વારા તમામ બુથો પર ચૂંટણી કમિશન નજર રાખશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply