પાકિસ્તાની સેનાએ જમ્મુ કાશ્મીરના જુદા જુદા સેક્ટરમાં સીઝ ફાયરનું કર્યું ઉલ્લંઘન
Live TV
-
પાકિસ્તાની સેનાએ જમ્મુ કાશ્મીરના જુદા જુદા સેક્ટરમાં સીઝ ફાયરનું ઉલ્લંઘન કરતા અંધાધૂંધ ફાયરિંગ કરી, જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપતા જવાબી ફાયરિંગમાં પાકિસ્તાની બંકરોને નષ્ટ કરી દીધા હતા.
પાકિસ્તાની સેનાએ જમ્મુ કાશ્મીરના જુદા જુદા સેક્ટરમાં સીઝ ફાયરનું ઉલ્લંઘન કરતા અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. જો કે ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપતા જવાબી ફાયરિંગ કર્યું હતું અને પાકિસ્તાની બંકરોને નષ્ટ કરી દીધા હતા. પાકિસ્તાની ફાયરિંગમાં સુંદરબની સેક્ટરમાં ભારતીય સેનાના એક જવાન નાયક કિશન લાલ શહીદ થઈ ગયા છે. તે જમ્મુ જિલ્લાના અખનૂરના નિવાસી હતા.
ભારે પાકિસ્તાની ફાયરિંગ વચ્ચે જમ્મુ કાશ્મીરના ગુરેદ સેક્ટરમાં આતંકીઓની ઘૂસણખોરીને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવી છે. તેમજ બે આતંકીને ઠાર કરી દીધા છે. માર્યા ગયેલા આતંકીવાદીમાં જૈશ એ મોહમ્મદના કમાન્ડર ફયાઝ પંજુ માર્યાં ગયો છે. માર્યાં ગયેલા બીજો આતંકી પણ તેનો સહયોગી હતો. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ ફયાઝ આ વર્ષે જૂનમાં અનંતનાગમાં સી.આર.પી.એફ. પર થયેલા હુમલામાં સામેલ હતો. આ ઘટનામાં ભારતીય સેનાના પાંચ જવાન શહીદ થઇ ગયા હતા.
પાકિસ્તાનના બલુચિસ્તાનના કેટ્રામાં પોલીસ વાહનને નિશાન બનાવીને કરાયેલ શક્તિશાળી વિસ્ફોટમાં બે પોલીસકર્મી સહિત પાંચ લોકોના મોત થઇ ગયા છે. અને 48 અન્ય ઘાયલ થયા છે. આ વિસ્ફોટ બાચા ખાન ચોકમાં પાસે થયો હતો. કોઇ પણ સંગઠને હજુ સુધી હુમલાની જવાબદારી નથી લીધી.
