પ્રથમ આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવમાં ઉજવાશે શ્રાવણ મહોત્સવ, જાણો વિગતે માહિતી
Live TV
-
શ્રાવણ મહોત્સવનો પ્રારંભ તા.૦૨-૦૮-૨૦૧૯ શ્રાવણ સુદ બીજને શુક્રવારે થશે અને પૂર્ણાહુતી તા.૩૦-૦૮-૨૦૧૯ શ્રાવણ વદ અમાસ ને શુક્રવારે થશે
પ્રથમ આદિ જ્યોતિર્લિંગ ભગવાન શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પાવન શ્રાવણ માસની ઉજવણી શરૂ થનાર છે. શ્રાવણ મહોત્સવનો પ્રારંભ તા.૦૨-૦૮-૨૦૧૯ શ્રાવણ સુદ બીજને શુક્રવારે થશે અને પૂર્ણાહુતી તા.૩૦-૦૮-૨૦૧૯ શ્રાવણ વદ અમાસ ને શુક્રવારે થશે. મહામૃત્યુંજય મંત્રજાપ યજ્ઞ, ધ્વજારોહણ, શૃંગાર દર્શન પૂજા, સવાલક્ષ બિલ્વપૂજા, વિશેષ પૂજાવિધિ માં હજારો દેશ-વિદેશના ભાવિકો અને ભક્તજનો ઉમળકાભેર જોડાશે. શ્રાવણના પ્રત્યેક શ્રાવણી સોમવારે સવારે ૯-૧૫ કલાકે મંદિર પરિસરમાં શ્રી સોમનાથ મહાદેવની પાલખીયાત્રા નું વિશેષ આયોજન કરવામાં આવશે.
શ્રાવણના પ્રથમ દિને ભગવાન સોમનાથજીની પ્રાતઃ પૂજા આરતી બાદ નુતન ધ્વજારોહણ, સવાલક્ષ બિલ્વપૂજાના યજમાનોને પૂજાનો સંકલ્પ કરાવવામાં આવશે. ટ્રસ્ટની વેબસાઇટ WWW.SOMNATH.ORG પરથી પૂજાવિધિ-ડોનેશન-ગેસ્ટહાઉસ બુકિંગ સાથે લાઇવ દર્શન પણ થઇ શકશે. સોશ્યલ મીડીયાના માધ્યમથી ફેસબુક:@Shrisomnathtemple, ટ્વિટરઃ @Shrisomnath, ઇન્સ્ટાગ્રામઃ SOMNATH_TEMPLE, ગુગલ અને એપ સ્ટોર પર ઃ Somnath Yatra એપ સાથે જોડાઇ ઘરે બેઠા દેશ-વિદેશના ભક્તજનો સોમનાથ મહાદેવના વિવિધ પ્રહરના શૃંગારદર્શન, લાઇવ દર્શન, લાઇવ દર્શન, તેમજ ઇ-માળા દ્વારા ઓમ નમઃ શિવાય મંત્રજાપ કરી શકાશે. અમદાવાદની શાહિબાગ ઓફિસ નં. ૦૭૯-૨૬૮૬૦૬૬૦ પરથી અતિથિગૃહ રૂમનું એડવાન્સ બુકીંગ-પૂજાવિધિ પણ નોંધાવી શકાશે.
શ્રાવણ માસમાં દેશ-વિદેશથી આવતા યાત્રીઓ શાંતિપૂર્ણ દર્શન કરી શકે તેમજ કોઇ અગવડ ન પડે તેને ધ્યાને લઇ શ્રી સોમનાથ મંદિરના સમયમાં શ્રાવણમાસમાં ફેરફાર કરાયો છે, શ્રાવણના ૭-દિવસ જેમાં ચાર સોમવારો, રક્ષાબંધન, જન્માષ્ટમી, અમાસ આ દિવસો દરમ્યાન મંદિર દર્શનાર્થીઓ માટે સવારે ૪-૦૦ વાગ્યે ખુલશે અને રાત્રીના ૧૧-૦૦ વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. આ સીવાયના શ્રાવણના દિવસોમાં મંદિર સવારે ૫-૩૦ થી રાત્રે ૧૦-૦૦ સુધી ખુલ્લુ રહેશે. તા.૨૮.૦૮.૨૦૧૯ શ્રાવણ વદ તેરશ ને બુધવારે માસિક શિવરાત્રિ નિમિત્તે રાત્રે ૧૦-૦૦ કલાકે દિપપૂજન, ૧૧-૦૦ વાગ્યે મહાપૂજન, ૧૨-૦૦ વાગ્યે મહાઆરતી થશે તેમજ મંદિર દર્શનાર્થીઓ માટે રાત્રે ૧-૦૦ સુધી ખુલ્લુ રહેશે. વિશેષમાં શ્રાવણી રવિવાર-સોમવાર, સાતમ-આઠમ સહીત તહેવારોમાં સુપ્રસિધ્ધ કલાકારો ભગવાન નટરાજ સમક્ષ પોતાની સુરઆરાધના પ્રસ્તુત કરશે.
ગીતા મંદિર, શ્રી ગોલોકધામ તીર્થ ખાતે શ્રાવણ પર્વે શ્રાવણ સુદ બીજ થી શ્રાવણ વદ અમાસ સુધી વિશિષ્ટ હિંડોળા દર્શનનું તેમજ શ્રી કૃષ્ણ ચરણપાદુકા પુજનનું વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવેલ છે. આ હિંડોળા દર્શન માટે ભક્તજનો નિયત કરેલ ન્યોછાવર આપી યજમાન બનવાનો લાભ લઇ શકશે. તેવીજ રીતે નવનિર્મિત શ્રી રામ મંદિર ખાતે શ્રાવણના પ્રત્યેક સોમવારે સુંદરકાંડ નું આયોજન વેરાવળ મહીલામંડળ દ્વારા કરવામાં આવશે જેનો લ્હાવો લેવા સર્વે ભક્તજનોને હાર્દિક નિમંત્રણ છે.
શ્રાવણ માસ દરમ્યાન દરરોજ ભગવાન સોમનાથ મહાદેવને વિશિષ્ટ શૃંગારોથી ૨૯ જેટલા અલગ-અલગ શણગાર કરવામાં આવશે, આ શૃંગારના નિયત કરેલ ન્યોછાવર આપી ભક્તજનો યજમાન બનવાનો લાભ લઇ શકશે. શ્રાવણમાસ દરમ્યાન મહામૃંત્યુંજય યજ્ઞમાં યાત્રીકો હોમ કરી લાભ લઇ શકશે.
શ્રાવણમાં કરો સોમનાથ મહાદેવને સુવર્ણનો અભિષેક શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ પ્રોજેક્ટ અંતર્ગત શ્રી સોમનાથ મંદિર પર ૧૪૫૭ કળશો નાના-મોટા-મધ્યમ છે, જેને સુવર્ણમંડીત કરવાના છે, જેમાં સહભાગી થવા શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીમંડળની સર્વે ભક્તજનોને અપીલ છે.
ભાવિકોની ભીડને ધ્યાનમાં રાખી મંદિર-દર્શન, આરતી માટે વિશેષ વ્યવસ્થા ગોઠવાશે. વૃદ્ધો અશક્ત યાત્રીકો, દિવ્યાંગો માટે પાર્કિંગ ખાતે થી શ્રી સોમનાથ મંદિર સુધી પહોચવા વિશેષ નિઃ શુલ્ક વાહન વ્યવસ્થા શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ગોઠવાશે. વ્હીલચેર-ઇરીક્ષા-હેલ્પડેસ્ક સહીત અનેક સવલતો નો યાત્રીઓ લાભ લઇ શકશે.
શ્રાવણમાં યાત્રીઓના પ્રવાહને ધ્યાને રાખી, વિશેષ પ્રસાદ-ગંગાજળ-પૂજાવિધિ-ક્લોકરૂમ-જુતાઘર સહીત વ્યવસ્થા કરવામાં આવશે. શ્રાવણમાસ દરમ્યાન સ્વાગત કક્ષ શરૂ રહેશે જ્યાં યાત્રીઓને સતત મદદ-માર્ગદર્શન મળી રહેશે.
યાત્રીઓ માટે શ્રી સોમનાથ હરિહર પ્રસાદ સેવા કેન્દ્ર ખાતેથી ભક્તોને નિઃ શુલ્ક બુંદી તથા ગાઠીયાનું વિતરણ કરવામાં આવશે, સાથે જ શ્રાવણમાં યાત્રીઓને પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે માટે ટેમ્પરેરી પાણીના પરબો શરૂ કરવામાં આવશે. આવનાર યાત્રીકસંઘો તરફથી પ્રસાદ ફરાળ નિઃ શુલ્ક મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવાશે.
શ્રાવણમાં દુર-દુર થી આવતા ભક્તજનો શાંતીપુર્ણ આરામ મેળવી થાક હળવો કરી શકે તેવા શુભાશયથી એક વિશાળ ડોમ તૈયાર કરવામાં આવશે. નગરપાલીકા દ્વારા મોબાઇલ ટોઇલેટ મુકાશે તેમજ ગીર સોમનાથ જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય લક્ષી જાણકારી મદદ મળી રહે તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. પ્રભાસપાટણ આરોગ્ય કેન્દ્ર ખાતે તાત્કાલીક આરોગ્ય સેવા મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠાવવામાં આવશે.
સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન શ્રી સોમનાથ ટ્રસ્ટ, નગરપાલીકા, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ના સંયુક્ત ઉપક્રમે રાત્રી સફાઇ ની વ્યવસ્થા ગોઠવાશે. આવનાર યાત્રીકો પવિત્ર યાત્રાધામમાં કચરો યોગ્ય જગ્યાએ કચરાપેટીમાં નાખી સ્વચ્છતા જાળવવા સહભાગી બને તેવી અપીલ કરવામાં આવે છે.
શ્રાવણ માસ દરમ્યાન સમગ્ર વ્યવસ્થા તેમજ આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન ટ્રસ્ટના માન.અધ્યક્ષશ્રી કેશુભાઇ પટેલ તથા માન. ટ્રસ્ટી – સેક્રેટરી શ્રી પ્રવિણભાઇ કે. લહેરી,ટ્રસ્ટી શ્રી જે.ડી.પરમાર સાહેબના ના માર્ગદર્શન નીચે જનરલ મેનેજરશ્રી અને સમગ્ર ટ્રસ્ટ પરિવાર દ્વારા કરવામાં આવેલ છે. શ્રાવણ માસ દરમ્યાન વ્યવસ્થામાં રાખવામાં આવેલ પોલીસકર્મીઓ એસઆરપીના જવાનો તેમજ અધિકારીઓ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સારી રીતે આયોજનબદ્ધ ગોઠવેલ છે. શ્રાવણ માસ દરમ્યાન સ્વચ્છતા, યાત્રીસુવિધા, ટ્રાફીક નિયમન વિગેરે જળવાય તેમજ દેશ પરદેશથી આવતા યાત્રીકોને શાંતિપુર્ણ રીતે દર્શન થાય તેવી વ્યવસ્થા સ્થાનીક જીલ્લા વહિવટી તંત્ર, જીલ્લા પોલિસ તંત્ર, નગરસેવા સદનના સહયોગથી ગોઠવવામાં આવેલ છે.
શ્રી સોમનાથ મંદિર પરિસર ચોપાટી ખાતે આવનાર યાત્રીકસુવિધા માટે સ્ટેટ બેંક એફ ઇન્ડીયા સીએસઆર ફંડ રૂ|.૨૫ લાખ તથા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી મળેલ રૂ|.૪૦ લાખ ની સહાય થી નિર્માણ પામેલ સાર્વજનીક શૌચાલય સંકુલ નુ લોકાર્પણ તા.૦૧/૦૮/૨૦૧૯ ના ટ્રસ્ટના માન. અધ્યક્ષશ્રી કેશુભાઇ પટેલના હસ્તે લોકાર્પણ યોજાશે. જેમાં એસબીઆઇ ના ચીફ જનરલ મેનેજર શ્રી દુખબંધુ રથ, મુખ્ય અતીથી સ્થાને ટ્રસ્ટી પ્રો. શ્રી જે.ડી. પરમાર સાહેબ, ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણભાઇ કે.લહેરી સાહેબ ઉપસ્થીત રહેશે.
2. શ્રી સોમનાથ ખાતે હરિહર તીર્થમાં વિશ્વપ્રસિદ્ધ યોગાચાર્ય સ્વામી અધ્યાત્માનંદજીના વ્યાસાસને શિવમહાપુરાણ કથાનુ અમૃતપાન
આ કથા શ્રી સોમનાથ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે યોજાશે, જેમનો પ્રારંભ તા.૩૧-૦૮-૨૦૧૯ ના થશે અને પૂર્ણાહુતિ તા.૦૮-૦૯-૨૦૧૯ ના રોજ થશે. જેમાં તા.૩૧ એ શ્રી સોમનાથ મંદિર ખાતેથી પોથીયાત્રા, તા.૧ ના શિવ વિવાહ, તા.૨ ના શ્રી ગણેશ પ્રાગટ્ય, તા.૩ ના નૃસિંહ પ્રાગટ્ય, તા.૪ ના હનુમાન પ્રાગટ્ય, તા.૫ દ્વાદશ જ્યોતિર્લિંગ અવતાર વર્ણન-શિવસહસ્ત્ર તથા શિવરાત્રિ માહાત્મ્ય, તા.૬ જગદંબા પ્રાગટ્ય-દૈત્યોનો સંહાર, તા.૭ ઉપમન્યુ દ્વારા શૈવ-આગમ નિરૂપણ, તા.૮ શિવ ધ્યાન યોગ અને સમાપન યોજાશે. સ્વામીના સુમુખે કથા રસપાન અનેરો લ્હાવો છે, તેમજ પોથી યજમાન, વિવાહ યજમાન, સહિત અનેક રીતે યજમાન બની લ્હાવો લેવા સૌ ધર્મપ્રેમી જનતાને હાર્દિક નિમંત્રણ છે.
3.વિશ્વ પ્રસિદ્ધ યોગગુરૂ સ્વામી અધ્યાત્માનંદજી મહારાજની ૮૦૬ મી યોગશીબીર સોમનાથ ખાતે યોજાશે
તા.૩૧ ઓગસ્ટ થી તા.૦૮ સપ્ટેમ્બર દરમ્યાન સવારે ૫-૩૦ થી ૭-૦૦ સુધી શ્રી સોમનાથ મંદિર ચોપાટી ગ્રાઉન્ડ ડોમ ખાતે આ શીબીર યોજાશે. આ શીબીરમાં ધ્યાન, પ્રાણાયામ, સુક્ષ્મ વ્યાયામ, યોગાસનો શીખવવામાં આવશે. સ્વામીજીની શીબીરો દેશ-વિદેશમાં અનેક પ્રસિદ્ધ સ્થાનોએ થયેલી છે, જેમાં અનેલ લોકોને યોગથી અસ્થમા, થાઇરોડ, પ્રજોત્પત્તિ સમસ્યા, ડાયાબીટીસ, માનસીક તણાવ, યાદશક્તિમાં ઘટાડો, ભય સહિત માનસીક રોગોથી લોકો મુક્ત થયા છે. સ્વામીજી ને દેશ-વિદેશમાં અનેક સન્માનો પ્રાપ્ત થયા છે. આ શીબીરની સભ્યસંખ્યા મર્યાદિત હોવાથી ૧.શ્રી સોમનાથ ટ્રસ્ટ શાહીબાગ ઓફિસ- સી૧૨ એ ઓમવીલા એપાર્ટમેન્ટ, ટેલીફોન એક્સચેન્જ પાસે, એફસીઆઇ ગોડાઉન રોડ- શાહીબાગ-અમદાવાદ. તથા ૨. શ્રી સોમનાથ ટ્રસ્ટ વહીવટી વિભાગ જનરલ મેનેજરશ્રીની કચેરી, યાત્રી સુવિધા માહિતિ કેન્દ્ર પ્રભાસપાટણ ગીર સોમનાથ ખાતે વહેલા તે પહેલાના ધોરણે સત્વરે ફોર્મ ભરવાનું રહેશે.
દૈનિક કાર્યક્રમ
સમય
કાર્યક્રમ
સમય
કાર્યક્રમ
પ્રાતઃ ૬-૦૦
પ્રાતઃ મહાપુજન પ્રારંભ
૧૧-૦૦
મધ્યાન્હ મહાપૂજા-મહાપૂજન-મહારૂદ્ર અભિષેક
૭-૦૦
પ્રાતઃ આરતી (૧૫ મીનીટ)
૧૨-૦૦
મધ્યાન્હ આરતી(૧૫ મીનીટ)
૮-૩૦
સવાલક્ષ બિલ્વાર્ચન
૦૫-૦૦ થી ૯-૦૦
સાયં શૃંગાર દર્શન, દિપમાળા
૯-૦૦
યાત્રીકો દ્વારા નોંધાવેલ રૂદ્રપાઠ, મૃત્યુંજય પાઠ
૭-૦૦
સાયં આરતી(૧૫ મીનીટ)
૧૦-૦૦
મંદિર બંધ થવાનો સમય
શ્રાવણના ચાર સોમવાર, રક્ષાબંધન, જન્માષ્ટમી, અમાસ ૭-દિવસ દરમ્યાન મંદિર પ્રાતઃ ૪-૦૦ વાગ્યે ખુલશે અને રાત્રે ૧૧-૦૦ કલાકે બંધ થશે. તેમજ આ સીવાયના દિવસોમાં મંદિર સવારે ૫-૩૦ વાગ્યે ખુલશે અને રાત્રે ૧૦-૦૦ વાગ્યે બંધ થશે.
શ્રાવણ સુદ બીજ તા.૦૨-૦૮-૨૦૧૯ શુક્રવાર
સમય
કાર્યક્રમ
સમય
કાર્યક્રમ
સવારે ૫-૩૦
મંદિર ખુલવાનો સમય
૧૧-૦૦
મધ્યાન્હ મહાપૂજન
સવારે ૬-૧૫
પ્રાતઃ મહાપૂજન
૧૨-૦૦
મધ્યાન્હ આરતી
સવારે ૭-૦૦
પ્રાતઃ આરતી (૧૫ મીનીટ)
૦૫-૦૦ થી ૯-૦૦
સાયં શૃંગાર દર્શન
સવારે ૮-૦૦
નુતન ધ્વજારોહણ
૦૬-૩૦ થી ૮-૦૦
દિપમાળા
સવારે ૮-૩૦
સવાલક્ષ બિલ્વપૂજા પ્રારંભ
૭-૦૦
સાયં આરતી(૧૫ મીનીટ)
સવારે ૮-૪૫
મહામૃત્યુંજય યજ્ઞ પ્રારંભ
૧૦-૦૦
મંદિર બંધ થવાનો સમય
