Skip to main content
Settings Settings for Dark

પાકિસ્તાન આતંકવાદ મુદ્દે કાર્યવાહી કરતું નથીઃ વિદેશ મંત્રાલય

Live TV

X
  • ભારતે એક જ વિમાન ગુમાવ્યું છે. પરંતુ ભારતે પાકિસ્તાનનું F- 16 વિમાન તોડી પાડવાના પૂરાવા આપ્યા છે. તો પાકિસ્તાન ભારતનું બીજું વિમાન તોડી પાડવાના પૂરાવા કેમ આપતું નથી, જે અંગે તે દાવો કરે છે.

    વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશકુમારે પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી વાતોને બેનકાબ કરી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે, પાકિસ્તાન ઘણા બધા મુદ્દે જુઠ્ઠું બોલે છે. પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ વિદેશ મંત્રાલયે પાકિસ્તાનને સવાલોથી ધેર્યું હતું અને પૂછ્યુ કે, સંખ્યાબંધ પૂરાવા હોવા છતાં પાકિસ્તાન આતંકવાદી સામે કોઈ કાર્યવાહી કેમ કરી રહ્યું નથી. વિદેશ મંત્રાલય દ્વારા દિલ્હીમાં કરાયેલી પત્રકાર પરિષદમાં જણાવાયું કે, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના અધિકારીએ પોતાના દેશમાં આતંકી સંગઠન જૈશના સ્થળની વાતને નકારી છે. જેનાથી સ્પષ્ટ બને છે કે, પાકિસ્તાન જૈશના પ્રવક્તાની ભૂમિકા ભજવે છે. ભારત તરફથી પૂછાયું છે કે, જો પાકિસ્તાન નવુ પાકિસ્તાન હોવાનો દાવો કરે છે તો તેઓ આતંકવાદી સંગઠન અને ક્રોસ બોર્ડર ત્રાસવાદ સામે નવા પગલાં કેમ ભરતા નથી. ભારતનું વલણ સ્પષ્ટ કરતાં વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, ભારત આતંકવાદ સામે લગાતાર અભિયાન ચાલુ રાખશે અને સેના પણ સતર્ક રહેશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે, ભારતે એક જ વિમાન ગુમાવ્યું છે. પરંતુ ભારતે પાકિસ્તાનનું F- 16 વિમાન તોડી પાડવાના પૂરાવા આપ્યા છે. તો પાકિસ્તાન ભારતનું બીજું વિમાન તોડી પાડવાના પૂરાવા કેમ આપતું નથી, જે અંગે તે દાવો કરે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply