પાકિસ્તાન તરફથી લેવાયેલા નિર્ણયો દુર્ભાગ્યપૂર્ણઃ વિદેશ મંત્રાલય
Live TV
-
પાકિસ્તાન તરફથી ભારતના રાજનૈતિક સંબંધો ઘટાડવાના નિર્ણયને ભારતે ગણાવ્યો ખેદજનક
પાકિસ્તાન તરફથી ભારતના રાજનૈતિક સંબંધો ઘટાડવાના નિર્ણયને ભારતે ખેદજનક ગણાવ્યો હતો. ભારતના વિદેશમંત્રાલય તરફથી કહેવામાં આવ્યું હતું કે અનુચ્છેદ 370 સાથે જોડાયેલો તાજેતરનો ઘટનાક્રમ સમગ્ર રીતે ભારતની આંતરિક બાબત છે. વિદેશ મંત્રાલયનું કહેવું છે કે જમ્મુ-કાશ્મીર પર લીધેલા પગલાથી પાકિસ્તાન વ્યાકુળ થયું છે. સમજોતા એક્સપ્રેસ બંધ કરવાના નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું.
પાકિસ્તાન તરફથી ભારતના રાજનૈતિક સંબંધોના સ્તરમાં ઘટાડો કરવા સહિતના અન્ય પગલાઓને ખેદજનક ગણાવતા ભારતે કહ્યું કે જમ્મુ-કાશ્મીરની પહેલથી પાકિસ્તાન આકુળ વ્યાકુળ થયું છે. વિદેશ મંત્રાલયે પાકના પગલાને દુનિયાની સામ દ્વિપક્ષીય સંબંધોની ચિંતાજનક તસવીર રજૂ કરવાનો પ્રયાસ ગણાવ્યો હતો અને કહ્યું કે તેમની આ ચાલ ક્યારેય કારગર નહીં નીવડે. વિદેશ મંત્રાલયના જણાવ્યાનુસાર પાકિસ્તાનને લાગી રહ્યું છે કે જો જમ્મુ-કાશ્મીરમાં વિકાસ થશે તો લોકોને ગુમરાહ નહીં કરી શકાય. ભારતનું કહેવું છે કે સરકાર તરફથી જમ્મુ કાશ્મીર માટે જે પગલું ઉઠાવવામાં આવ્યું છે તે રાજ્યના ઉત્તમ હિતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે. વિદેશ મંત્રાલયે ફરી એકવાર પાકિસ્તાનને કહ્યું છે કે તે પોતાના નિર્ણયની સમીક્ષા કરે. પાકિસ્તાન દ્વારા સમજોતા એક્સપ્રેસ બંધ કરવા પર વિદેશ મંત્રાલયે કહ્યું કે આ નિર્ણય ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.
ઈસ્લામાબાદથી ભારતના રાજદૂત પરત ફરવાના જવાબમાં વિદેશ મંત્રાલયે કહ્યું કે હાલ તેઓ દિલ્હી પરત ફર્યા નથી. વિદેશ મંત્રાલયનું કહેવું છે કે ભારતે તમામ દેશોને જમ્મુ કાશ્મીર સાથે જોડાયેલા ઘટનાક્રમની જાણકારી આપી છે. ભારતે અફઘાનિસ્તાનનો ઉલ્લેખ કરીને પાકિસ્તાનને બરાબરનું સંભળાવી દીધું છે કે તે બીજા દેશના આંતરિક મામલે દખલ કરવાનું બંધ કરે અને હકીકતને સમજવાનો પ્રયાસ કરે.
