પાકિસ્તાન દ્વારા વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છેઃ વિદેશ મંત્રાલય
Live TV
-
કાશ્મીર મામલે પાકિસ્તાન તરફથી જે જુઠ્ઠાણુ ફેલાવવામાં આવી રહ્યું છે તેને લઈને વિદેશ મંત્રાલયે આજે એક પત્રકાર પરિષદ સંબોધી હતી.
કાશ્મીર મામલે પાકિસ્તાન તરફથી જે જુઠ્ઠાણુ ફેલાવવામાં આવી રહ્યું છે તેને લઈને વિદેશ મંત્રાલયે આજે એક પત્રકાર પરિષદ સંબોધી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, કાશ્મીર મુદ્દે પાકિસ્તાન તરફથી જે રીતના નિવેદન અને ટ્વીટ આવી રહ્યાં છે તે માત્ર વાતાવરણ ડહોળવાની વાત છે. પાકિસ્તાને કરેલા નિવેદન સત્યથી બિલકુલ વિરુદ્ધ છે. પાકિસ્તાન આ પ્રકારના નિવેદન આપીને ભારતની આંતરિક બાબતમાં દખલઅંદાજી કરી રહ્યું છે. તેમણે એવું પણ કહ્યું હતું કે, સીમા પારથી ઘુસણખોરીના પ્રયાસ પણ કરવામાં આવી રહ્યાં છે. એર રૂટને બંધ કરવા મામલે રવીશકુમારે જણાવ્યું હતું કે, હજુ સુધી આ રીતની કોઈ જાણકારી મળી નથી.
