PM મોદીએ વિજ્ઞાન ભવનમાં યોગ પુરસ્કાર આપ્યા, 10 આયુષ કેન્દ્રોની કરી શરૂઆત
Live TV
-
પ્રધાનમંત્રીએ આયુષ ચિકિત્સા પ્રણાલીના પ્રમુખ ચિકિત્સકો અને વિશેષજ્ઞોની ઉપલબ્ધિઓ પર 12 સ્મારક ડાક ટિકિટ પણ જારી કર્યા. હરિયાણામાં 10 આયુષ સ્વાસ્થય અને કલ્યાણ કેન્દ્રોની પણ શરૂઆત કરી.
પ્રધાનમંત્રીએ યોગના સંવર્ધન અને વિકાસમાં ઉલ્લેખનીય યોગદાન માટે યોગ પુરસ્કાર આપતા કહ્યું કે, પ્રિવેન્ટિવ હેલ્થકેર તરીકે આયુષને ગ્લોબલ બ્રાંડ બનાવવાની જરૂરિયાત છે.
પ્રધાનમંત્રીએ યોગને પ્રોત્સાહન આપવા માટે અને તેના વિકાસમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર વિજેતાઓને નવી દિલ્હીમાં યોગ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. 21 જૂન 2016ના રોજ ચંદીગઢમાં આયોજિત બીજા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમ દરમ્યાન પ્રધાનમંત્રીએ પુરસ્કારની ઘોષણા કરી હતી.
વિજ્ઞાન ભવનમાં આયોજિત કાર્યક્રમમાં 2018 માટે વ્યક્તિગત શ્રેણીમાં ડૉ. વિશ્વાસ મંડીક, સંસ્થાગત શ્રેણીમાં યોગ ઈન્સ્ટિટ્યૂટ મુંબઈને વર્ષ 2019માં વ્યક્તિગત શ્રેણી માટે સ્વામી રાજર્ષિને, વ્યક્તિગત સંસ્થાન શ્રેણીમાં ઈટલીના ઈન્ટોનિટા રોજા, 2019 માટે સંસ્થાગત શ્રેણીમાં બિહાર સ્થિત મુંગેર યોગ સંસ્થાન અને જાપાનની જાપાન યોગ નિકેતન સંસ્થાને સન્માનિત કરવામાં આવી હતી.
