પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચાયો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલ કેન્દ્રીય મંત્રીમંડળની સુરક્ષા બાબતોની સમિતિની બેઠક સંપન્ન થઈ છે. બેઠકમાં પુલવામા હુમલા અને તે પછી લેવા જોઈતાં પગલાંની ચર્ચા થઈ હતી.
સમિતિની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે બેઠકમાં શહીદ જવાનોને અંજલિ આપવા બે મિનિટનું મૌન પાળ્યું હતું. બેઠકમાં પાકિસ્તાને આપવામાં આવેલા મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચવામાં આવ્યો હતો.
પાકિસ્તાનને એકલુ અટુલું પાડવા વિદેશ મંત્રાલય રાજદ્વારી પગલાં લેશે. ગૃહમંત્રી રાજનાથ સિંહ આજે જમ્મુ કાશ્મીરની મુલાકાત લઈને પાછા આવીને સર્વપક્ષીય બેઠકને પૂરી સ્થિતિથી વાકેફ કરશે.
