શહીદોના પાર્થિવ શરીરને ગૃહમંત્રી રાજનાથસિંહે આપી કાંધ
Live TV
-
અવંતીપુરાના આતંકવાદી હુમલાએ દેશને હચમચાવી મૂક્યો છે. દેશમાં આતંકવાદ અને પડોશી પાકિસ્તાન સામે આક્રોશ છે ત્યારે કેન્દ્રિય ગૃહ મંત્રી રાજનાથસિંહ જમ્મુ કાશ્મિર પહોંચ્યા હતાં. તેમજ સ્થિતીની સમિક્ષા કરી હતી.
સીઆરપીએફના ડીજી સાથે પણ તેમણે ચર્ચા કરી હતી.તેમણે બડગામમાં જ્યાં શહીદોના પાર્થિવ શરીરને રાખવામાં આવ્યાં હતાં, તે આર્મી કેમ્પમાં પહોંચીને શહીદોને ભારે હ્રદયે શ્રધ્ધાંજલી અર્પી હતી.
તેમણે શહીદોના નશ્વર દેહને કોફિનમાં લઇ જવાતા હતા ત્યારે તેને કાંધ પણ આપી હતી.અહી ઉપસ્થિત તમામના ચહેરા ઉપર દુઃખ અને ગ્લાની તેમજ આતંકવાદીઓ સામે ભારોભાર રોષ જોવા મળતો હતો.
