શહીદ જવાનોના પાર્થિવ દેહને દિલ્હીમાં પ્રધાનમંત્રીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Live TV
-
ઉપરાંત ગૃહમંત્રી રાજનાથસિંહ, રક્ષામંત્રી નિર્મલા સીતારમન, કર્નલ રાજ્યવર્ધન રાઠોર , રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલે શ્રદ્ધાંજલી આપી હતી.
પુલવામાના આતંકવાદી હુમલાનો ભોગ બનેલા 40 જવાનોના પાર્થિવ શરીર ગઈકાલે સાંજે શ્રીનગરથી દિલ્હી લાવવામાં આવ્યાં હતા. વાયુ સેનાના વિશેષ વિમાન દ્વારા તમામ શહીદોના પાર્થિવદેહોને દિલ્હીના પાલમ હવાઇ મથકે લાવવામાં આવ્યાં હતાં. જ્યાં સેનાની ત્રણેય પાંખના વડાઓએ તેમને શ્રદ્ધાંજિલી અર્પી હતી. આ ઉપરાંત ગૃહમંત્રી રાજનાથસિંહ, રક્ષામંત્રી નિર્મલા સીતારમન, કર્નલ રાજ્યવર્ધન રાઠોર , રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલે શ્રદ્ધાંજલી આપી હતી. દિલ્હીથી તમામ જવાનોના પાર્થિવદેહને તેમના વતન રવાના કરવામાં આવ્યા હતા. જ્યાં સંપૂર્ણ રાજકિય સન્માન સાથે તેમની અંતિમ વિધી કરાશે.
