પાક ફાયરિંગમાં એક જવાન શહીદ, ચાર લોકોના મોત
Live TV
-
જમ્મુ-કાશ્મીરના અરનિયા અને આરએસ પુરા વિસ્તારમાં થયેલા પાકિસ્તાની હુમલામાં નાગરિકોના મોત થવાની ઘટનાની કેન્દ્ર સરકારે નિંદા કરી અને અમાનવિય ગણાવી છે.
રમજાન મહિનાને ખૂબ પવિત્ર માનવામાં આવે છે, આજ કારણ છે કે જમ્મૂ-કાશ્મીરના મુખ્યપ્રધાન મહબૂબા મુફ્તીએ સરહકારને વિનંતી કરી હતી કે કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનને રમજાન મહિનામાં સ્થગિત કરી દેવામાં આવે. કેન્દ્ર સરકારે પણ પણ આ વિનંતીને માનતા સીઝફાયરની જાહેરાત કરી, પરંતુ આતંકવાદીઓ અને પાકિસ્તાન માટે રમજાનનું કશું મહત્વ નથી તે ફરી સામે આવ્યું છે. એક તરફ આતંકીઓ પોતાની હરકતો બંધ કરતા નથી તો બીજીતરફ પાક સરહદ પર સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. પાકિસ્તાન તરફથી થઈ રહેલી ગોળીબારીમાં સીમા સુરક્ષા દળનો એક જવાન શહીદ થઈ ગયો અને ચાર નાગરિકોના મોત થયા છે.
કેન્દ્ર સરકાર તરફથી જમ્મૂ-કાશ્મીરમાં રમજાન મહિનામાં સૈનિક અભિયાન પર પ્રતિબંધ લગાવતા પાકિસ્તાન અને આતંકીઓ પર તેની અસર થઈ નથી. પાકિસ્તાન દ્વારા જમ્મૂના કઠુઆ, સાંબા, હીરાનગર, અરનિયામાં સુરક્ષાદળોની ચોકીઓ તથા સ્થાનિક રહેણઆક વિસ્તારને નિશાન બનાવીને ભારે ગોળીબારી કરી રહ્યું છે. શુક્રવારે સુરક્ષાદળનો એક જવાન શહીદ થઈ ગયો. આ ગોળીબારીમાં ચાર સ્થાનિક લોકોના મોત થયા છે. જ્યારે અન્ય લોકોને ઈજા પહોંચી છે. સરહદ પર જવાનો ગોળીબારીનો વળતો જવાબ આપી રહ્યાં છે.
સરહદ વિસ્તારના જિલ્લા પ્રશાસને લોકોની સુરક્ષા માટે તૈયારીઓ કરી છે. લોકોને ગોળીબારી દરમિયાન બહાર કાઢવા માટે બંકર વાહન તૈયાર રાખવામાં આવ્યા છે. આ સિવાય પ્રશાસન સ્થિતિ વધુ બગડે તો લોકોને અસ્થાયી શિબિરોમાં લઈ જવાની તૈયારી કરી રહ્યું છે.
જમ્મુ-કાશ્મીરના અરનિયા અને આરએસ પુરા વિસ્તારમાં થયેલા પાકિસ્તાની હુમલામાં નાગરિકોના મોત થવાની ઘટનાની કેન્દ્ર સરકારે નિંદા કરી અને અમાનવિય ગણાવી છે.
