પીએમે કિશનગંગા પનવિજળીઘર રાષ્ટ્રને કર્યું સમર્પિત, શ્રીનગર રિંગ-રોડનો કર્યો શિલાન્યાસ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર ઈન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટરમાં 330 મેગાવોટ ક્ષમતાના કિશનગંગા પનવિજળી ઘરને રાષ્ટ્રને સમર્પિત કર્યું.
તેમણે આ અવસરે કહ્યું કે, રમજાનના પવિત્ર મહિનામાં કાશ્મીર આવવું તે મરા માટે સૌભાગ્યની વાત છે. તેમણે કહ્યું કે, આ મહિનો પૈગમ્બર મોહમ્મદ સાહેબની શિક્ષા અને તેમના સંદેશને યાદ કરવાનો અવસર છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અવસરે શ્રીનગર રોડનો શિલાન્યાસ પણ કર્યો. તેમણે કહ્યું કે, જમ્મૂ-કાશ્મીરના લોકોના જીવનમાં પરિવર્તન લાવવા માટે રાજ્યના ત્રણેય ભાગ કશ્મીર, જમ્મૂ અને લદ્દાખનો સંતુલિત વિકાસ ખૂબ જરૂરી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દિશાથી ભટકાયેલા નૌજવાનો દ્વારા ઉઠાવેલો પથ્થર, દરેક હથિયાર, તેના પોતાના જમ્મૂ-કાશ્મીરને અસ્થિર કરે છે. તેમણે કહ્યું કે, રાજ્યએ હવે અસ્થિરતાના માહોલમાંથી બહાર આવવું પડશે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, જમ્મૂ-કાશ્મીરના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની પાસે નીતિ પણ છે. નીયત પણ છે અને નિર્ણય લેવામાં અમે પાછળ હટતા નથી.
