પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે રશિયાના પ્રવાસે,રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે કરશે અનૌપચારિક મુલાકાત
Live TV
-
પીએમ મોદી અને પુતિનની મુલાકાત રશિયાના શહેર સોચીમાં થશે. બંને નેતાઓ ભારત - રશિયા દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા કરશે ચર્ચા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે રશિયા જઈ રહ્યા છે. ત્યાં તેઓ રશિયામાં ચોથી વખત નિર્વાચિત રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે અનૌપચારિક મુલાકાત કરશે. પીએમ મોદી અને પુતિનની મુલાકાત રશિયાના શહેર સોચીમાં થશે. બંને નેતા ભારત - રશિયા દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા ચર્ચા કરશે. રાષ્ટ્રપતિ પુતિને પીએમ નરેન્દ્ર મોદીને અનૌપચારિક મુલાકાત માટે નિમંત્રણ પાઠવ્યું હતું. પ્રથમ વખત આ પ્રકારની મુલાકાત થઈ રહી છે. આ પહેલા ભારતના પ્રધાનમંત્રી અને રશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે આવી અનૌપચારિક વાતચીત થઈ નથી. ઉલ્લેખનીય છે કે આ પહેલા જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ અને સીરિયાના બશર-અલ-અશાદ જેવા દિગ્ગજ નેતાઓને પણ અનૌપચારિક મુલાકાતના આમંત્રણ રશિયા તરફથી પાઠવવામાં આવ્યા છે.
