પાડોશી દેશ જમીન પરથી ત્રાસવાદને પ્રોત્સાહન આપવાનું બંધ કરે - રાજનાથસિંહ
Live TV
-
ગૃહમંત્રી જમ્મુ-કાશ્મીરની સુરક્ષાની સમીક્ષા કરવા બે દિવસના પ્રવાસે
કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે, જમ્મુ - કાશ્મીર અને પાકિસ્તાનમાં સાચી વિચારણા ધરાવતા બધા સાથે વાતચીત કરવા તૈયાર છે, પરંતુ તે માટે પાડોશી દેશ પાકિસ્તાન પોતાની જમીન પરથી ત્રાસવાદને પ્રોત્સાહન આપવાનું બંધ કરે તે જરૂરી છે. તેમણે એમ પણ કહ્યું કે, પાકિસ્તાન પોતે પોતાની જમીન પર આતંકવાદને રોકવામાં અસમર્થ હોય તો તેણે ભારતની મદદ લેવી જોઈએ. ગૃહમંત્રી રાજ્યની સુરક્ષાની સમીક્ષા કરવા જમ્મુ - કાશ્મીરના બે દિવસના પ્રવાસે છે. તેમણે એમ પણ કહ્યું કે, રાજ્યમાં તમામ સંબંધિત પક્ષો સાથે વાતચીત કરવા કેન્દ્રે એક વિશેષ પ્રતિનિધિની વરણી કરેલી છે.
