વડાપ્રધાન મોદી અને ચીનના પ્રમુખ જિનપિંગ વચ્ચે આજે બેઠક
Live TV
-
PM નરેન્દ્ર મોદી શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠકમાં ભાગ લેશે
ચીન પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શનિવારે ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે મુલાકાત કરશે. ચીનના ચીંગદાઓ શહેરમાં આ મુલાકાત યોજાશે. વડાપ્રધાન શાંઘાઈ સહયોગ સંગઠન (શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન)ની બેઠકમાં ભાગ લેવા માટે ચીન પહોંચ્યા છે. પ્રધાનમંત્રીની બે દિવસની યાત્રા છે. જેમાં તેઓ શાંઘાઈ સહયોગ સંગઠનના રાષ્ટ્રપ્રમુખોની પરિષદની 18મી બેઠકમાં ભાગ લેશે..2017માં કઝાકિસ્તાનના શહેર અસ્તાનામાં શાંઘાઈ સહયોગ સંગઠનમાં સ્થાયી સભ્યપદ મળ્યા બાદ ભારત પ્રથમવાર બેઠકમાં ભાગ લેશે.
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ)ની સ્થાપના 2001માં થઈ હતી. કઝાખસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, તાજિકીસ્તાન, ઉઝબેકિસ્તાન અને ચીન તેના સભ્ય દેશ છે. ભારત અને પાકિસ્તાન ગત વર્ષે આ સંગઠનમાં જોડાયા હતા જે પછી આ સંગઠનને વૈશ્વિક સંગઠનનો દરજ્જો મળ્યો હતો.
