Skip to main content
Settings Settings for Dark

પાનકાર્ડને આધાર કાર્ડ સાથે જોડવાની મુદ્દત વધારાઇ, માર્ચ 2020 અંતિમ મુદ્દત

Live TV

X
  • કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડે પાનકાર્ડને આધારકાર્ડ સાથે જોડવાની અંતિમ તારીખ વધારીને 31 માર્ચ 2020 કરી દીધી છે. આ પહેલા આ તારીખ આજે એટલે કે, 31 ડિસેમ્બર 2019ના રોજ સમાપ્ત થઈ રહી હતી.

    કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડે પાનકાર્ડને આધારકાર્ડ સાથે જોડવાની અંતિમ તારીખ વધારીને 31 માર્ચ 2020 કરી દીધી છે. આ પહેલા આ તારીખ આજે એટલે કે, 31 ડિસેમ્બર 2019ના રોજ સમાપ્ત થઈ રહી હતી. સીબીડીટીએ ટ્વિટ દ્વારા આ અંગે જાણકારી આપી છે કે, આવકવેરા અધિનિયમ 1961ની ધારા 149-એ ની પેટા ધારા-2 મુજબ પાનકાર્ડને આધારકાર્ડ સાથે જોડવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2019થી વધારીને 31 માર્ચ 2020 કરી છે. સતત આઠમી વખત સીબીડીટીએ પાનકાર્ડને આધારકાર્ડ સાથે જોડવાની સમય મર્યાદા વધારી છે. મહત્વપૂર્ણ છે કે, ગત વર્ષે સપ્ટેમ્બરમાં વડી અદાલતે કેન્દ્ર સરકારની આધાર યોજનાને બંધારણીય રીતે માન્ય ગણાવી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply