પાસપોર્ટ વિગત વિના 50 કરોડથી વધુની લોન નહીં
Live TV
-
બેન્કો પાસેથી લોન લઈને વિદેશ ભાગી જતા રોકવા માટે સરકાર કડક પગલાં ઉઠાવી રહી છે.
બેન્કો પાસેથી લોન લઈને વિદેશ ભાગી જતા રોકવા માટે સરકાર કડક પગલાં ઉઠાવી રહી છે. આ ક્રમમાં હવે સરકારી બેન્કો પાસેથી 50 કરોડથી વધુની લોન માગનારા માટે પાસપોર્ટની વિગતો આપવી ફરજિયાત કરી દેવાઈ છે. બીજી બાજુ જે લોકોએ ભારતીય બેન્કો પાસેથી 50 કરોડ રૂપિયાથી વધુની લોન લીધી છે તેમને 45 દિવસની અંદર પાસપોર્ટની વિગતો બેન્કોને આપવા કહેવાયું છે. સરકારનું આ પગલું લોન છેતરપિંડીની સ્થિતિમાં ઝડપથી કાર્યવાહી નિશ્ચિત કરશે. આ નિર્ણયથી છેતરપિંડી કરનારાને દેશમાંથી ભાગતા અટકાવવા માટે તાત્કાલિક પગલાં લેવા શક્ય બનશે.