પીએમ આજે એનાયત કરશે શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર કરશે એનાયત, વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ઉલ્લેખનીય કાર્ય કરવાનાર ભારતીય વૈજ્ઞાનિકોને આ પુરસ્કાર આપવામાં આવે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં આયોજીત થનારા શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર સમારોહમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી વર્ષ 2016, 2017 અને 2018 માટે વિજેતાઓને શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર એનાયત કરશે. તે સમારોહમાં સંબોધન પણ કરશે. વિજ્ઞાન અને ઔદ્યોગિક સંશોધન પરિષદના સંસ્થાપક નિયામક ડો. શાંતિ સ્વરૂપ ભટનાગરના નામ પર આ પુરસ્કારની સ્થાપના કરવામાં આવી હતી. વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં સરાહનિય કાર્ય માટે આ પુરસ્કાર આપવામાં આવે છે.
