Skip to main content
Settings Settings for Dark

ભારતે કરેલ એર સ્ટ્રાઇકના કારણે ભારત અને પાકિસ્તાનની સરહદ ઉપર તનાવ

Live TV

X
  • ભારતે લેહ, જમ્મુ અને શ્રીનગર એરપોર્ટ પર કર્મશિયલ ફ્લાઇટ્સને આગામી આદેશ ન અપાય ત્યાં સુધી બંધ કરી દીધી છે. બીજી તરફ જમ્મુ, લેહ, શ્રીનગર અને પઠાણકોટ એરપોર્ટ્ને હાઇએલર્ટ પર રાખવામાં આવ્યા છે. ભારતમાં પણ હલચલ વધી ગઈ છે.

    પુલવામાં હુમલા પછી ભારતે કરેલ એર સ્ટ્રાઇકના કારણે ભારત અને પાકિસ્તાનની સરહદ ઉપર તનાવ છે. ટેકનિકલ કારણોસર ભારતે લેહ, જમ્મુ અને શ્રીનગર એરપોર્ટ પર કર્મશિયલ ફ્લાઇટ્સને આગામી આદેશ ન અપાય ત્યાં સુધી બંધ કરી દીધી છે. બીજી તરફ જમ્મુ, લેહ, શ્રીનગર અને પઠાણકોટ એરપોર્ટ્ને હાઇએલર્ટ પર રાખવામાં આવ્યા છે. ભારતમાં પણ હલચલ વધી ગઈ છે. નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજીત ડોભાલ ગૃહ મંત્રાલય પહોંચી ગયા છે, જ્યાં ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથે બેઠક શરુ થઈ ગઈ છે. રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે પણ સૈન્ય પ્રમુખો સાથે બેઠક કરી હતી. શ્રીનગરના સાથે ભારતના દરિયાઇ વિસ્તાર અને પાકિસ્તાનને અડેલી સરહદો પર પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઇ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply