Skip to main content
Settings Settings for Dark

પીએમ કેર ફંડમાંથી ઓક્સિકેર સિસ્ટમના દોઢ લાખ યુનિટની ખરીદીને મંજૂરી

Live TV

X
  • પીએમ કેર ફંડમાંથી ઓક્સિકેર સિસ્ટમની દોઢ લાખ યુનિટની ખરીદીને મંજૂરી આપવામાં આવી છે. રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન-ડીઆરડીઓ દ્વારા આ ઓક્સિકેર સિસ્ટમને વિકસાવવામાં આવી છે. આ માટે પીએમ કેર ફંડમાંથી ત્રણ અબજ 22 કરોડ રુપિયાથી વધુ રકમ ખર્ચ કરવામાં આવશે. ઓક્સિકેર એસપીઓટુ આધારિત ઓક્સિજન પુરવઠાની પ્રણાલી છે, જે દર્દીઓને આપવામાં આવતા ઓક્સિજનને નિયંત્રણમાં રાખે છે. જેના અંતર્ગત એક લાખ મેન્યુયલ અને 50 હજાર ઓટોમેટિક ઓક્સિકેર સિસ્ટમની સાથે નોન-રિબ્રિધર માસ્ક પણ ખરીદવામાં આવી રહ્યા છે. ઓક્સિકેર સિસ્ટમ એસપીઓટુ લેવલ ઉપર આધારિત પૂરક ઓક્સિજનનો પુરવઠો આપે છે અને વ્યક્તિને હાઈપોક્સિયાની સ્થિતિમાં જવાથી બચાવે છે. હાઈપોક્સિયાની સ્થિતિ દર્દીની માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply