પીએમ ચેમ્પિયન્સ ઓફ ધી અર્થ એવોર્ડથી સન્માનિત
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ એમેન્યુઅલ મેક્રોનને સંયુક્તપણે યુએનના ઉત્કૃષ્ઠ પર્યાવરણ પુરસ્કાર યુનાઈટેડ નેશન્સ ચેમ્પિયન્સ ઓફ ધ અર્થથી સન્માનિત કરાયા છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે એન્ટોનિયો ગુરેસ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદીને આ પુરસ્કાર એનાયત કર્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, પર્યાવરણની સુરક્ષા માટે ભારતની પ્રજા કટિબદ્ધ છે.ત્યારે આ એવોર્ડ ભારતના જંગલોમાં વસતી આદિવાસી પ્રજાનું સન્માન છે. પ્રધાનમંત્રીની આ પુરસ્કાર માટે પસંદગી આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનમાં ભૂમિકાની સાથે 2022 સુધીમાં પ્લાસ્ટિક પર સંપૂર્ણ અંકુશ મૂકવાના તેમના સંકલ્પના કારણે થઈ છે.
