પી.વી.સિંધું વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપનો ખિતાબ જિતનારી પ્રથમ ભારતિય ખેલાડી
Live TV
-
ભારતીય સ્ટાર બેડમિન્ટન ખેલાડી પી.વી.સિંધુંએ રચ્યો ઈતિહાસ-- વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપનો ખિતાબ જિતનારી પ્રથમ ભારતિય ખેલાડી બની-- ફાઈનલનાં જાપાનની નોઝોમી ઓકુહારાને 21-7, 21-7 થી હરાવી .
ભારતની બેડમિંટન સ્ટાર પી. વી. સિંધુ BWF વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય બની છે. સિંધુએ ફાઇનલ મુકાબલામાં વિશ્વની ચોથા નંબરની જાપાનની ખેલાડી નોઝોમી ઓકુહારાને હરાવીને ઐતિહાસિક ગોલ્ડ જીત્યો છે. સિંધુએ આ મુકાબલો 21-7, 21-7થી જીતી લીધો હતો. પી.વી. સિંધુએ છઠી વખત આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને પાંચ મેડલ સાથે તે ભારતની સૌથી સફળ શટલર બની ગઈ છે. અગાઉ વર્ષ 2013 અને 2014 સિંધુએ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. અને 2017 અને 2018માં સિલ્વર મેડલ જીત્યા હતા.
