સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાની PMની સલાહ
Live TV
-
મોદીએ 'સ્વચ્છતા એ જ સેવા' અભિયાનને 2 અઠવાડિયા પહેલા 11 સપ્ટેમ્બરના રોજ શરુ કરવાની વાત કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' દ્વારા સિંગલ યૂઝ પ્લાસ્ટિકના ઉપયોગને સમગ્ર રીતે નાબૂદ કરવાની વાત કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે,'આપણે દેશ માટે, સમાજ માટે, કંઈકને કંઈક કરવું જોઈએ. આ જ બાપુ માટે સાચ્ચી પ્રામાણિક શ્રદ્ધાંજલિ હશે.' નોંધનીય છે કે મોદીએ 'સ્વચ્છતા એ જ સેવા' અભિયાનને 2 અઠવાડિયા પહેલા 11 સપ્ટેમ્બરના રોજ શરુ કરવાની વાત કરી હતી. આ સાથે જ પ્રધાનમંત્રી સિંગલ યૂઝ પ્લાસ્ટિકના ઉપયોગને નાબૂદ કરવા માટે મિશન મોડમાં કામ કરવાનું કહ્યું હતું.
પ્રધાનમંત્રીએ બાપુની 150ની જયંતીને સમગ્ર દેશમાં પ્લાસ્ટિક વિરુદ્ધ એક નવા જન આંદોલનનો પાયો રાખવાની વાત કરી હતી. આ સાથે જ સમાજના દરેક વર્ગ, દરેક ગામ, વિસ્તારમાં શહેરના રહેવાસીઓને પ્લાસ્ટિક કચરાથી મુક્તિ તરીકે 2 ઓક્ટોબરના રોજ વિશેષ દિવસ તરીકે ઉજવવાની વાત કરી હતી.
પ્રધાનમંત્રીએ 2 ઓક્ટોબરના રોજ વિશેષ શ્રમદાન દિવસ ઉજવવાની સાથે જ દેશના અલગ-અલગ વિભાગમાં અધિકારીઓને પ્લા્ટિક નિવારણ હેતુ યોગ્ય વ્યવસ્થા કરવાની વાત કરી હતી.
