Skip to main content
Settings Settings for Dark

ભ્રષ્ટાચારના કેસમાં CBIC ના 22 ઉચ્ચ અધિકારીઓને કરાયાં ફરજીયાત સેવાનિવૃત્ત

Live TV

X
  • સુશાસન અને ભ્રષ્ટાચાર મુક્ત પ્રણાલી બનાવવા માટે સરકારે વધુ એક કડક અને અસરકારક પગલું ઉઠાવ્યું

    સુશાસન અને ભ્રષ્ટાચાર મુક્ત પ્રણાલી બનાવવા માટે સરકારે વધુ એક કડક અને અસરકારક પગલું ઉઠાવ્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ (સીબીઆઇસી)ના 22 ઉચ્ચ અધિકારીઓને ફરજીયાત સેવાનિવૃત્ત કરાયાં છે. સીબીઆઇએ આ ઉચ્ચ અધિકારીઓને ભ્રષ્ટાચારના કેસમાં સાણસામાં લીધાં હતાં

    આ દરેક ઓફિસર્સને ફન્ડામેન્ટલ રુલ 56(J) હેઠળ સાર્વજનિક હિતમાં ફરજમુક્ત કરાયા છે. આ ઓફિસર્સ પર ભ્રષ્ટાચાર અને બીજા પણ અન્ય ગંભીર આરોપો હતાં. સુપરિટેન્ડન્ટ અને એઓ લેવલના આ દરેક અધિકારીઓ પર ગંભીર આરોપો હતાં. આ પહેલા પણ ઈન્ડિયન રેવન્યૂ સર્વિસ (IRS)ના 27 અધિકારીઓને સેવાનિવૃતિ આપવામાં આવી હતી. નોંધનીય છે કે ગત કેટલાક મહિનામાં ટેક્સ અધિકારીઓને જબરજસ્તીથી રિટાયર્મેન્ટ અપાવવાનું આ ત્રીજો તબક્કો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply