Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વર્ગસ્થ અરૂણ જેટલીની અંત્યેષ્ટીમાં આપી હાજરી

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત અનેક સ્થાનિક નેતાઓએ સ્વર્ગસ્થ અરૂણ જેટલીને પાઠવી શોકાંજલી - અંત્યેષ્ટીમાં આપી હાજરી.

    મુખ્યમંત્રી વિજ્ય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીની અંત્યેષ્ટીમાં ભાગ લેવા માટે દિલ્હી ગયા હતા. અરૂણ જેટલીના નિધન અંગે શોક વ્યક્ત કરી મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મુખ્યમંત્રીએ સર્વગસ્થ અરૂણ જેટલીએ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે પ્રતિનિધિત્વ કર્યું હતું તેની યાદ તાજી કરી હતી. તેમણે પૂર્વ નાણામંત્રીને શોકાંજલિ પાઠવતા જણાવ્યું હતું કે અરૂણ જેટલીએ દેશના નાણામંત્રી તરીકે આર્થિક સુધારણા અને નાણાંકીય શિસ્ત ક્ષેત્રે પહેલ રૂપ નિર્ણયો કર્યા હતા. તે સદાકાળ યાદ રહેશે. તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ સ્વર્ગસ્થ અરૂણ જેટલીને શ્રધ્ધાજંલિ પાઠવી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply