પુણેની રાષ્ટ્રીય વિષાણુ વિજ્ઞાન સંસ્થાને કોરોનાના 11 પ્રકારના ઇન્ફેક્શનની ઓળખ કરી
Live TV
-
પુનાના વૈજ્ઞાનિકોએ કોવિડ -19 ના 11 પ્રકારના વાયરસની ઓળખ કરી છે. જાપાન, થાઇલેન્ડ, યુએસએ અને ચીન પછી વિવિધ પ્રકારના વાયરસ સફળતાપૂર્વક ઓળખનાર ભારત પાંચમો દેશ બન્યો છે.
કોવિડ -19 નો સામનો કરવા માટે રસી અને દવાઓ વિકસાવવા સંશોધન તરફનું આ મહત્વપૂર્ણ પગલું છે. ભારતીય તબીબી સંશોધન પરિષદના મહાનિર્દેશક ડો. બલરામ ભાર્ગવાએ જણાવ્યું હતું કે, કોવિડ -19 ને હલ કરવા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને અન્ય વિભાગો સાથે મળીને કામ કરી રહી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા અત્યાર સુધીમાં લગભગ પાંચ હજાર નવસો લોકોના સાડા છ હજારથી વધુ નમૂનાઓની તપાસ કરવામાં આવી છે, જેમાંથી ચેપના 83 કેસ મળી આવ્યા છે. ડો.ભાર્ગવે કહ્યું કે કોવિડ -19 ના પરીક્ષણ માટે તૈયાર પ્રયોગશાળાઓની સંખ્યા 51 થી વધારીને 65 કરવામાં આવી છે. તેમણે ખાતરી આપી કે ભારતીય તબીબી સંશોધન પરિષદ જો જરૂરી હોય તો વધુ નમુનાઓની તપાસ પણ કરી શકે છે.
