Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
પુલવામા આતંકી હુમલાનો માસ્ટર માઈન્ડ મુદસ્સિર મરાયોઃ આર્મી  | DD News Skip to main content
Settings Settings for Dark

પુલવામા આતંકી હુમલાનો માસ્ટર માઈન્ડ મુદસ્સિર મરાયોઃ આર્મી 

Live TV

X
  • 14 ફેબ્રુઆરીએ જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલ આતંકી હુમલાનો માસ્ટર માઈન્ડ મુદસ્સિર અહમ ખાન આર્મી સાથેની અથડામણમાં માર્યો ગયો છે. સુરક્ષાદળોને આ અથડામણમાં મોટી સફળતા મળી છે. 

    દક્ષિણ કાશ્મીરના ત્રાલમાં સોમવારે થયેલ અથડામણમાં ત્રણ આતંકીઓ માર્યા ગયા છે, જેમાં માસ્ટર માઈન્ડ મુદસ્સિર ઠાર મરાયો છે. હાલમાં પણ આતંકીઓ સાથે આર્મીની અથડામણ ચાલુ છે. 

    આ અંગે જમ્મુ-કાશ્મીર પોલીસ,ભારતીય આર્મી અને સીઆરપીએફના અધિકારીઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી છે. આર્મી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પુલવામાના હુમલા પછી આર્મી દ્વારા સર્ચ ઑપરેશન સતત કરવામાં આવી રહ્યું છે, જેમાં અત્યાર સુધી 18 આતંકીઓ માર્યા ગયા છે, જેમાંથી 8 આતંકીઓ પાકિસ્તાની હતા. 

    પુલવામામાં આતંકી હુમલાનો માસ્ટર માઈન્ડ મુદસ્સિર જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠનનો હતો. પ્રેસ કોન્ફરન્સમાં સેનાએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી આતંકીઓ ખત્મ નહીં થાય ત્યાં સુધી આ મિશન ચલાવવામાં આવશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply