પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની તબીયત નાદુરસ્ત - પ્રધાનમંત્રી તથા કેન્દ્રીય મંત્રીઓએ એમ્સ હોસ્પિટલમાં જઈ ખબર અંતર જાણ્યા
Live TV
-
પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની તબીયત નાદુરસ્ત - પ્રધાનમંત્રી તથા કેન્દ્રીય મંત્રીઓએ એમ્સ હોસ્પિટલમાં જઈ ખબર અંતર જાણ્યા.
એમ્સમાં સારવાર લઈ રહેલ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની તબિયત બેહદ નાજુક છે. એમ્સ દ્રારા રજૂ થયેલા એક મેડીકલ બુલેટીનમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા 24 કલાકથી તેમની હાલત સતત વધુને વધુ ગંભીર થઇ રહી છે. અટલ બિહાર વાજપેયીને વેન્ટીલેટર પર રાખવમાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ એમ્સ પહોચ્યાં હતા અને અટલ બિહારી વાજપેયીના સ્વાસ્થ્ય અંગે ખબર અંતર પૂછ્યા હતા. કેન્દ્રિય મંત્રી પીયુશ ગોયલ, ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડું સહિતના મંત્રીઓ એમ્સ પહોંચ્યાં હતા અને અટલ બિહારી વાજપેયીના પરિજનની મુલાકાત લઇને તેમના ખબર અંતર પૂછ્યાં હતા તેઓ છેલ્લાં 9 વર્ષથી બીમાર છે. મોદી પહેલા કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની પણ તેઓને મળવા એઇમ્સ પહોંચ્યા હતા. પીયૂસ ગોયલ, મીનાક્ષી લેખી તથા રાજ્ય વર્ધનસિંહ રાઠોડ પણ અટલ બિહારી વાજપેયીની તબિયત નાજુક હોવાથી એઇમ્સમાં પહોચ્યા હતા. AIIMS દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ પૂર્વ વડાપ્રધાન અટલજીની તબીયતમાં છેલ્લા 24 કલાકમાં કોઇ પણ પ્રકારનો સુધારો જોવા મળ્યો નથી
