Skip to main content
Settings Settings for Dark

પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજની રાજકીય સફર પર એક ઝલક

Live TV

X
  • નારી સશક્તિકરણના ઉમદા ઉદાહરણ એવા સુષ્મા સ્વરાજની અલવિદા

    દેશના પ્રથમ મહિલા વિદેશ મંત્રી અને દિલ્હીના પ્રથમ મહિલા મુખ્યમંત્રી સુષ્મા સ્વરાજ નારી સશક્તિકરણના ઉમદા ઉદાહરણ હતા..સુષ્મા સ્વરાજનો જન્મ હરિયાણાના અંબાલામાં 14 ફેબ્રુઆરી 1952ના દિવસે થયો હતો..સુષ્મા સ્વરાજે પંજાબ યુનિવર્સિટીથી કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો, સાથે જ વર્ષ 1973માં સુપ્રીમ કોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી હતી..સુષ્માજીના લગ્ન વકીલ સ્વરાજ કૌશલ સાથે 1975માં થયા હતા, જેઓ મિઝોરમના ગર્વનર પણ રહી ચૂક્યા છે..

    સુષ્મા સ્વરાજે પોતાના રાજકીય સફરની શરૂઆત 25 વર્ષથી શરૂ કરી હતી...1977માં પ્રથમ વખત હરિયાણાની અંબાલા બેઠક પરથી ચૂંટણી જીતીને દેશના યુવા ધારાસભ્ય તરીકે કામ શરૂ કર્યું.

    સુષ્મા સ્વરાજે પોતાનો રાજકીય પ્રવાસ 1970થી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદથી કર્યો..ત્યારબાદ 1977-82 અને 1987-89 સુધી તેઓ હરિયાણા વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા, એટલુ જ નહીં હરિયાણાની દેવીલાલ સરકારમાં તેઓ મંત્રી પણ બન્યા...સાથે જ 1990માં રાજ્યસભાના સભ્ય પણ બન્યા..સુષ્માજી 1996 અને 1998માં દક્ષિણ દિલ્હી લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા.

    ત્યારબાદ તેઓ અટલજીની સરકારમાં 13 દિવસ માટે કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પણ બન્યા..માર્ચ 1998માં બીજી વખત અટલજીની સરકાર બનવા પર તેઓએ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો..1999માં ભાજપે સુષ્માજીને સોનિયા ગાંધી વિરુદ્ધ બેલ્લારીથી ઉતાર્યા, જેમાં તેમને સાત ટકા મતોથી હાર મળી..ત્યારબાદ તેઓ 2000થી 2003 સુધી કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી રહ્યા..

    સુષ્મા સ્વરાજે 2003થી 2004 સુધી સ્વાસ્થ્ય મંત્રીનો કાર્યભાર સંભાળ્યો..સુષ્માજીએ સ્વાસ્થ્ય મંત્રી તરીકે કેન્દ્રને 6 નવા એઇમ્સને લીલી ઝંડી બતાવી..ત્યારબાદ તેઓ 2009 અને 2014માં મધ્યપ્રદેશના વિદિશાથી લોકસભા ચૂંટણી જીત્યા તો ત્યારે જ 2014થી 2019 સુધી વિદેશ મંત્રી તરીકે પણ કાર્યરત રહ્યા..

    સુષ્મા સ્વરાજની ગણતરી ભાજપના કદાવર નેતાઓમાં થતી હતી..પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઘણા અવસરો પર તેમના વખાણ કરી ચૂક્યા છે.

    તબિયત ખરાબ હોવાના કારણે સુષ્માજીએ 2019ની લોકસભા ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો..જ્યારે 2019ની લોકસભા ચૂંટણીમાં પૂર્ણ બહુમત સાથે ભાજપની સરકાર બની તો, અનુમાન લગાવવામાં આવતુ હતુ કે સુષ્માજી ફરી વિદેશમંત્રી તરીકે કાર્યભાર સંભાળશે..પરંતુ તેમની નાદુરસ્ત તબિયતના કારણે તેમણે મંત્રીપદ ન લીધુ.

    મંગળવારે રાતે સ્વાસ્થ્ય ખરાબ થવાના કારણે તેમને દિલ્હીની એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં હાર્ટ એટેકના કારણે તેમનું નિધન થયું..સુષ્મા સ્વરાજની રાજકીય સફર ખૂબ જ યાદગાર રહી છે..કુશળ નેતૃત્વ અને મજબૂત ઈરાદાઓ માટે દેશ તેમને હંમેશા માટે યાદ રાખશે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply