Skip to main content
Settings Settings for Dark

સુષ્મા સ્વરાજના નિધન અંગે પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો

Live TV

X
  • ઉપરાષ્ટ્રપતિએ ઉંડા શોકની લાગણી વ્યક્ત કરી

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને સુષ્મા સ્વરાજના નિધન અંગે શોકની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, તેમના નિધનથી ભારતીય રાજકારણમાં એક ગૌરવપૂર્ણ પ્રકરણનો અંત આવ્યો છે. સમગ્ર ભારત એક ગણમાન્ય નેતાના નિધન પર દુખ વ્યક્ત કરે છે. જેમને પોતાનું જીવન જાહેર સેવા અને ગરીબોના જીવનને સુધારવા માટે સમર્પિત કર્યું હતું. સુષ્મા સ્વરાજજીનું જીવન એક પ્રકારની જીવન શૈલી હતી જે કરોડો લોકો માટે પ્રેરણારૂપ હતું.

    રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે ટ્વીટ કરીને સુષ્મા સ્વરાજના નિધન અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે, તેમના નિધનથી દેશે પોતાની એક પ્રિય બેટી ગુમાવી છે. સાર્વજનિક જીવનમાં ગરિમા, સાહસ અને નિષ્ઠાની પ્રતિમૂર્તિ હતાં.

    ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પણ ઊંડા શોકની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યુ હતું કે, પૂર્વ કેન્દ્રિય મંત્રી, વરિષ્ઠ નેતા, પ્રખર સાંસદ શ્રીમતી સુષ્માજીના આકસ્મિક નિધનથી સ્તબ્ધ છું. તેમણે કહ્યું કે, દેશે એક ઓજસ્વી નેતા અને મે એક નિકટના સાથી ગુમાવ્યા છે. હું નિશબ્દ છું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply