પેટ્રોલ ડિઝલ પર એક્સાઇઝ ડ્યુટી વધી
Live TV
-
સરકારે એક્સાઇઝ ડ્યુટી વધારી.. આંતરારાષ્ટ્રીય ક્રૂડના ભાવ ઘટાડાનો લાભ આમજનતાને નહીં મળે..
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે.. ત્યારે ઘર આંગણે લોકોને આ ઘટાડાનો લાભ નહીં મળે.. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડિઝલ પર એક્સાઇઝ ડ્યુટી પ્રતિ લિટર રૂ 3 વધારી છે.. સરકારે નોટિફિકેશન બહાર પાડીને માહિતી આપી છે.. એટલે કે પેટ્રોલ અને ડિઝલવા ભાવમાં આંતરરાષ્ટ્રીય ઘટાડાનો આમ જનતાને લાભ નહીં મળે.. સરકારે એક્સાઇઝ ડ્યુટી વધારીને ઇંધણના ભાવમાં થયેલા ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી નહીં પહોંચવા દઇ પોતે લઇ લીધો છે.. ક્રુડની ઘટતી કિંમતથી જ્યાં પેટ્રોલ-ડિઝલની કિંમતમાં પણ ઘટાડો થઈ રહ્યો છે ત્યારે સરકારે આ લાભ મેળવવા માટે એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કર્યો છે. પેટ્રોલ અને ડીઝલની રિટેલ કિંમતોમાં એક્સાઈઝ ડ્યુટી, વેટ અને ડીલર કમિશનનો સમાવેશ થાય છે.
