પ્રકાશ પર્વના અવસરે પ્રધાનમંત્રી મોદી દિલ્હીના શીશગંજ ગુરુદ્વારા પહોંચ્યા
Live TV
-
શીખ ગુરુ તેગ બહાદુરના 400મા પ્રકાશ પર્વના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજધાની દિલ્હીના શીશગંજ ગુરુદ્વારા પહોંચ્યા અને પ્રાર્થના કરી માથું ટેકવ્યું હતુ. આ દરમિયાન તેમણે દેશમાં વિકટ સ્થિતિમાં સુધારો થાય તે માટે પણ પ્રાર્થના કરી હતી. તેમણે લોકોને મુશ્કેલી ન પડે તે માટે વિશેષ સુરક્ષા વ્યવસ્થા વિના જ ગુરુદ્વારાની મુલાકાત લીધી હતી આ પહેલા તેમણે ટ્વિટ કરીને પોતાના સંદેશમાં કહ્યુ હતુ કે ગુરુ તેગ બહાદુરજીના 400માં પ્રકાશોત્સવના વિશેષ પ્રસંગે હું તેમને નમન કરું છું. તેમનું સર્વોચ્ચ બલિદાન ઘણા લોકોને શક્તિ અને પ્રેરણા આપે છે. ગયા વર્ષે, કેન્દ્ર સરકારે ગુરુ તેગ બહાદુરના પ્રકાશ પર્વને ધૂમધામથી ઉજવવાનું નક્કી કર્યું હતું. આ સંદર્ભમાં, પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠક પણ તાજેતરમાં મળી હતી. આ બેઠકમાં તેમણે કહ્યું હતું કે ગુરુ તેગ બહાદુરના 400મા પ્રકાશ મહોત્સવનો પ્રસંગ રાષ્ટ્રીય ફરજ તરીકે ઉજવાશે.
