પ્રજાસત્તાક પર્વ નિમિત્તે યોજાયેલ સાંસ્ક્રુતિક કાર્યક્મમાં ગુજરાત પ્રથમ નંબરે વિજેતા
Live TV
-
ભારતના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય રંગશાલા શિબિરમાં યોજાયેલ સાંસ્ક્રુતિક કાર્યક્રમમાં ગુજરાતના કલાકારોએ પારંપરિક ગરબો પ્રસ્તુત કરીને પ્રથમ નંબરે વિજેતા બન્યું હતું.
પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે યોજાતી રાષ્ટ્રીય પરેડમા જુદા જુદા રાજ્યો પોત પોતાના રાજ્યની કલા અને સંસ્ક્રુતિક વારસાને ઉજાગર કરતા ટેબ્લો (ઝાંખી) રજૂ કરતા હોય છે. ટેબ્લો સાથે સાંસ્ક્રુતિક કાર્યક્મ પ્રસ્તુત કરવા જતા દરેક રાજ્યના કલાકારો છેલ્લા એક મહિનાથી ભારતના સંરક્ષણ વિભાગ નિયંત્રિત રાષ્ટ્રીય રંગશાલામાં રહીને પ્રેક્ટીસ કરતા હોય છે અને છેલ્લા દિવસે તેઓ વચ્ચે સ્પર્ધા યોજાતી હોય છે.
રાષ્ટ્રીય રંગશાલા શિબિરમાં ગઇકાલે રાત્રે સંરક્ષણ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ અને તેમના પરિવારજનોની ઉપસ્થિતિમાં યોજાયેલ સાંસ્ક્રતિક સંધ્યા કાર્યક્રમમાં ટેબ્લોમાં ભાગ લેતા તમામ રાજ્યોના કલાકારોએ પોત પોતાનો સાંસિક્રુતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો જેમાં પ્રથમ નંબરે ગુજરાતની ટીમ વિજેતા જાહેર થઇ હતી. જ્યારે બીજા સ્થાને ઉત્તર પ્રદેશ અને ત્રીજા નંબરે તામિલનાડુની ટીમો વિજયી બની હતી. પ્રોત્સાહક ટ્રોફિ મહારાષ્ટ્રના ફાળે ગઇ હતી. ગુજરાત પ્રથમ નંબરે વિજેતા થતાં ગુજરાત સરકાર વતી નાયબ માહિતી નિયામક શ્રી પંકજ મોદીએ સંરક્ષણ મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી શ્રી સતિશ સિંહના હસ્તે ટ્રોફીનો સ્વીકાર કર્યો હતો.
