પ્રથમ લોકપાલ તરીકે જસ્ટિસ પિનાકી ઘોષે લીઘા શપથ
Live TV
-
સુપ્રિમ કોર્ટના નિવૃત જજ પિનાકી ચંદ્ર ઘોષે લોકપાલ તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લોકપાલ પિનાકી ચંદ્ર ઘોષને બંધારણની રક્ષા માટેના શપથ લેવડાવ્યાં હતા. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ એમ. વૈંકયા નાયડુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી રાજનાથ સિંહ, સાથે પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહ અને મુખ્ય ન્યાયામુર્તી રંજન ગોગોઇ ઉપસ્થિત રહ્યાં હતા. જસ્ટિસ ઘોષ આંધ્રપ્રદેશ હાઇકોર્ટના અને સુપ્રીમ કોર્ટના જજ રહી ચૂક્યાં છે. તેમજ તેઓ હાલ રાષ્ટ્રિય માનવધિકાર પંચના સભ્ય પણ છે.
